અંતરીક્ષમાંથી સીમા પર નજર રાખવામાં આવશે

20 November, 2019 10:43 AM IST  |  New Delhi

અંતરીક્ષમાંથી સીમા પર નજર રાખવામાં આવશે

પ્રતિકાત્મક તસવીર

ભારતીય સરહદો હવે અભેદ થવા જઈ રહી છે. આ માટે ભારતીય અંતરિક્ષ એજન્સી ‘ઇસરો’ અર્થ ઑબ્ઝર્વેશન એટલે કે સર્વિલન્સ સૅટેલાઇટ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ લૉન્ચ થનારા કુલ ત્રણ સૅટેલાઇટમાંથી એક ૨૫ નવેમ્બરે લૉન્ચ કરવામાં આવશે, જ્યારે બાકીના બે ડિસેમ્બર મહિનામાં લૉન્ચ કરવામાં આવશે. આ સૅટેલાઇટને સરહદી સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે સરહદી સુરક્ષા માટે આ સૅટેલાઇટ અંતરીક્ષમાં ભારતની આંખનું કામ કરશે.
રૉકેટને શ્રી હરિકોટાથી ૨૫ નવેમ્બરે ૯.૨૮ વાગ્યે લૉન્ચ કરવામાં આવશે જે પોતાની સાથે થર્ડ જનરેશનની અર્થ ઇમેજિંગ સૅટેલાઇટ કાર્ટેસેટ-3 અને અમેરિકાના ૧૩ કમર્શિયલ સૅટેલાઇટ લઈને જશે. કાર્ટોસેટ-3ને અંતરિક્ષમાં ૫૦૯ કિલોમીટરની દૂર કક્ષામાં સ્થાપિત કરવામાં આવવાનો છે જે બાદ ઇસરો અન્ય બે સર્વેલન્સ સૅટેલાઇટ લૉન્ચ કરશે.

isro national news