Coronavirusને કારણે CBSE જ નહીં આ પરીક્ષાઓ પણ સ્થગિત

10 May, 2021 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના સંક્રમણના નવા કેસના આંકડા દરરોજ રેકૉર્ડ તોડી  રહ્યા છે. હાલની સ્થિતિને જોઇને સીબીએસઇએ થોડાંક દિવસ પહેલા 10મીની બૉર્ડની પરીક્ષા કેન્સલ કરી દીધી હતી અને 12માની પરીક્ષા સ્થગિત કરી દીધી હતી.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખૂબ જ ઘાચક સાબિત થઈ રહી છે. કોરોના સંક્રમણના નવા કેસના આંકડા દરરોજ રેકૉર્ડ તોડી  રહ્યા છે. હાલની સ્થિતિને જોઇને સીબીએસઇએ થોડાંક દિવસ પહેલા 10મીની બૉર્ડની પરીક્ષા કેન્સલ કરી દીધી હતી અને 12માની પરીક્ષા સ્થગિત કરી દીધી હતી. તો સીબીએસઇની જેમ અનેક રાજ્યોના બૉર્જે પણ 10ની પરીક્ષા રદ કરી દીધી અને 12ની પરીક્ષાઓ સ્થગિત કરી છે. નોંધનીય છે કે મહામારીને કારણે ઘણી કોમ્પિટેટીવ પરીક્ષાઓ પણ ટાળવામાં આવી છે.

1. JEE મેન એપ્રિલ -મે પરીક્ષા 2021
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE મેન (જૉઇન્ટ એન્ટ્રેન્સ એગ્ઝામ)ની એપ્રિલ અને મે બન્ને સેશનની એન્ટરન્સ એગ્ઝામ સ્થગિત કરવામાં આવી છે. જણાવવાનું કે એપ્રિલ સત્રની પરીક્ષા 27,28 અને 30 એપ્રિલના થવાની હતી, જ્યારે મે સેશન માટે 24,25,26,27 અને 28 એપ્રિલની પરીક્ષા થવાની હતી.

2. ICAI CA પરીક્ષા 2021
ઇન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટ ઑફ ઇન્ડિયા (ICAI CA)ઇન્ટરમીડિએટ અને ફાઇનલ એગ્ઝામ 2021 પણ 21 મે 2021ના થવાની હતી. પણ કોરોના સંક્રમણના કેસ વધવાને કારણે પરીક્ષા આગામી સૂચનાઓ સુધી સ્થગિત કરવામાં આવી છે. સંશોધિત તારીખોની જાહેરાત કરવાની બાકી છે.

3. NEET-PG  પરીક્ષા 2021
કોવિડ-19 કેસમાં વધારો થવાને કારણે, 18 એપ્રિલના થનારી નેશનલ એલિજિબિલિટી કેમ એન્ટ્રેન્સ ટેસ્ટ- પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષા પણ 30 ઑગસ્ટ સુઘી 4 મહિના માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

4. UGC NET 2021
UGC  નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ જે 2થી 17 મે દરમિયાન થવાની હતી તે પણ કોવિડ-19ને કારણે ટાળી દેવામાં આવી છે. નવી તારીખોની જાહેરાત હાલ કરવામાં નથી આવી અને પરીક્ષાના 15 દિવસ પહેલા કરવામાં આવશે.

5. UPSC સિવિલ સેવા 2021 ઇન્ટરવ્યૂ
સંઘ લોક સેવા આયોગે 2020ની પરીક્ષાની સિવિલ સેવા ઉમેદવારોના સાક્ષાત્કારને આગામી સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઇન્ટરવ્યૂ 26 એપ્રિલ, 2021 સુધી આયોજિત કરવાના હતા.

6. ICSI CS જૂન 2021 પરીક્ષા
ઇન્સ્ટીટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા (ICSI)એ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામ, ફાઉન્ડેશન પ્રૉગ્રામ અને પ્રૉફેશનલ પ્રૉગ્રામ માટે પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. જણાવવાનું કે પરીક્ષાઓ 1થી 10 જૂન સુધી આયજિત થવાની હતી.

national news