ઇલેક્ટ્રૉનિક મિડિયાને કચડી નાખવાના નિવેદન બાબતે હોમ મિનિસ્ટરનો યુ-ટર્ન

26 February, 2014 06:39 AM IST  | 

ઇલેક્ટ્રૉનિક મિડિયાને કચડી નાખવાના નિવેદન બાબતે હોમ મિનિસ્ટરનો યુ-ટર્ન




મહારાષ્ટ્રના સોલાપુરમાં રવિવારે સાંજે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે ‘ગત ચાર મહિનાથી ઇલેક્ટ્રૉનિક મિડિયાનો એક વર્ગ તેમના અને તેમની પાર્ટી વિશે સમાચારો આપતી વખતે છેડછાડ કરે છે. જો આ રીતને ખતમ કરવામાં નહીં આવે તો ઇલેક્ટ્રૉનિક મિડિયાને કચડી નાખવામાં આવશે. ઇલેક્ટ્રૉનિક મિડિયામાં જે લોકો બેઠા છે તેમનાથી હું પરિચિત છું. આ મિડિયાએ કૉન્ગ્રેસને ભડકાવવાની કોશિશ કરી છે. જે લોકો આ પ્રકારનો દુષ્પ્રચાર કરે છે તેમણે એ રોકી દેવો જોઈએ. મારા હાથ નીચે ગુપ્તચર વિભાગ આવે છે. મને ખબર છે કે કોણ શું કરી રહ્યું છે.’

જોકે આ બાબતે મિડિયામાં વિવાદ થતાં અને હોબાળો મચી જતાં શિંદેએ કહ્યું હતું કે ‘હું સોશ્યલ મિડિયાની વાત કરતો હતો. મારી પાસે એ બેઠકમાં કરેલા પ્રવચનનું રેકૉર્ડિંગ છે. હું હૈદરાબાદ અને કર્ણાટકમાં નૉર્થ-ઈસ્ટના લોકોની હાલાકી વિશે વાત કરી રહ્યો હતો. મારી કમેન્ટ્સ જર્નલિઝમ વિશે નહોતી.’