રાજ્યોને પેટ્રોલ જીએસટી હેઠળ નથી લાવવું એટલે ભાવ નથી ઘટતો : હરદીપ ​સિંહ પુરી

24 September, 2021 11:04 AM IST  |  Kolkata | Agency

પેટ્રોલની કિંમત ઓછી થાય એ બધા જ ઇચ્છે છે, પરંતુ રાજ્ય સરકારો પેટ્રોલને જીએસટી હેઠળ મૂકવા ન ઇચ્છતી હોઈ એની કિંમત ઊતરતી નથી. કેન્દ્ર પેટ્રોલ પર પ્રતિ લિટર ૩૨ રૂપિયાનો ટૅક્સ લાદે છે.

રાજ્યોને પેટ્રોલ જીએસટી હેઠળ નથી લાવવું એટલે ભાવ નથી ઘટતો : હરદીપ ​સિંહ પુરી

રાજ્યો પેટ્રોલને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) હેઠળ લાવવા માગતાં ન હોવાથી પેટ્રોલની કિંમતમાં ઘટાડો નથી થઈ રહ્યો એમ પેટ્રોલિયમ ખાતાના પ્રધાન હરદીપ સિંહ પુરીએ ગઈ કાલે જણાવ્યું હતું.
એક ઇન્ટરવ્યુ દરમ્યાન તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકાર ભારે ટૅક્સ લાગુ કરતી હોવાથી પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા લિટર પહોંચી છે. પેટ્રોલની કિંમત ઓછી થાય એ બધા જ ઇચ્છે છે, પરંતુ રાજ્ય સરકારો પેટ્રોલને જીએસટી હેઠળ મૂકવા ન ઇચ્છતી હોઈ એની કિંમત ઊતરતી નથી. કેન્દ્ર પેટ્રોલ પર પ્રતિ લિટર ૩૨ રૂપિયાનો ટૅક્સ લાદે છે. જો પેટ્રોલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો એની કિંમતમાં ચોક્કસ ઘટાડો થાય.

national news kolkata