મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછતને કારણે એક પણ કોરોના દર્દીનુ મોત નહીં: રાજેશ ટોપે

22 July, 2021 12:33 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે રાજ્યમાં ઓક્સિજનની અછતને કારણે એક પણ કોરોના દર્દીનું મોત થયું નથી.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અમે હંમેશા એફિડેવિટ કોર્ટમાં આપ્યું છે. મહારાષ્ટ્રમાં જેટલા ઓક્સિજનની જરૂર હતી એટલું અમે પુરૂ પાડ્યુ છે. અમે ઉદ્યોગોમાંથી ઓક્સિજન કાઢી લિક્વિડ મેડિકલ ઓક્સિજન માટે આપ્યું છે. 

રાજેશ ટોપેએ વધુમાં કહ્યું કે રાજ્યમાં ઓક્સિજનનો બગાડ થયો નથી. અમે ઓક્સિજનનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે.  મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજન સપ્લાઈનું પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યમાં 65 હજાર દર્દીઓ મહારાષ્ટ્રમાં આવી રહ્યા હતા ત્યારે પણ ઓક્સિજનની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.  ભગવાનની કૃપાથી રાજ્યમાં ઓક્સિજનની અછતને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. 

આપને જણાવી દઈએ કે સંસદમાં કેન્દ્ર સરકાર તરફથી પણ આવું  કહેવામાં આવ્યું હતું કે દેશમાં ઓક્સિજનની અછતને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે મુદ્દ હોબાળો પણ મચ્યો છે.  રાજ્યસભામાં સ્વાસ્થ્ય રાજ્ય પ્રઝાન ભારતી પ્રવીણ પવારે લેખિતમાં કહ્યું હતું કે સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે અને રાજ્ય કેન્દ્ર સરકારને નિયમિતપણે કોરોના મામલે થતા મોત અંગે જાણકારી આપતી રહે છે. પરંતુ રાજ્યએ કેન્દ્ર સરકારને ઓક્સિજનની અછતને લઈ કોઈ વિશેષ આંકડો આપ્યો નથી.  તો બીજી બાજુ સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી સતત કહેતા રહે છે કે કોરોનાને કારણે મડત્યુ પામેલા લોકોની નોંધણી કરવામાં આવે છુપાવવાનો કોઈ ફાયદો નથી. આ રાજ્ય સરકારની જવાબદારી છે. 

આની વચ્ચે ઓક્સિજનને કારણે  મૃત્યુ પામેલા લોકોનો આંકડો રાજ્ય તરફથી્ ન મળતા વિપક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. જોકે કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોતના આંકડાએ વિશ્વસ્તર પર ભારતનું ધ્યાન ખેંચાયુ હતું.  આ મુદ્દે આમ આદમી પાર્ટી, કોંગેસ અને વિપક્ષ દળોએ કેન્દ્ર સરકારને ઘેરી છે. જોકે દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને બુધવારે કહ્યું હતું કે ઓક્સિજનની અછતને કારણે દેશમાં કેટલાય લોકોના મોત થયા છે.     

 

 

 

 

 

 

 

 

national news maharashtra coronavirus