તિહાર જેલ જઈ ચુક્યા છે નૉબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી

15 October, 2019 01:03 PM IST  |  મુંબઈ

તિહાર જેલ જઈ ચુક્યા છે નૉબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી

અભિજીત બેનર્જી

ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર અભિજીત બેનર્જીને તેમની ફ્રેન્ચ-અમેરિકન પત્ની એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરની સાથે 2019 માટે અર્થશાસ્ત્રમાં નૉબેલ પુરસ્કાર મળ્યો છે. ખબર આવતા જ દેશભરમાં અભિજીત બેનર્જીની આ ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને તેમને જીતની વધામણી આપવામાં આવી રહી છે. બોલીવુડ સેલેબ્સ પણ અભિજીત બેનર્જીને વધામણી દેતા તેને આખા દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.

આ વચ્ચે એક મહત્વની જાણકારી સામે આવી છે. ઈકૉનૉમિક્સ ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટના અનુસાર, પ્રોફેસર અભિજીત બેનર્જી જવાહર લાલ નેહરૂ યૂનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચુક્યા છે. વિદ્યાર્થી જીવન દરમિયાન એક પ્રદર્શનમાં સામેલ થવા માટે તેમને કેટલાક દિવસો માટે તિહાર જેલમાં પણ રહેવું પડ્યું હતું. તેઓ કહેતા હતા કે ગરીબોને કઈ રીતે ખાવાનું મળતું હશે, જે ભવિષ્યમાં તેના રિસર્ચનો મહત્વનો આધાર બન્યો. હાલમાં, આખા દેશની સાથે બૉલીવુડના પ્રોફેસર બેનર્જીની આ ઉપલબ્ધિથી ખુશ છે.

ફરહાન અખ્તરે ટ્વિટર પર લખ્યું કે, અભિજીત બેનર્જીને તેની પત્ની એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરની સાથે નોબેલ પુરસ્કાર જીતવા પર વધામણી. અમારા બધા માટે ગર્વનો મોકો. આયુષ્માન ખુરાનાએ લખ્યું કે અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઈઝ જીતવા પર અભિજીત બેનર્જીની વધામણી. ભારત માટે ગર્વની વાત.


સ્વરા ભાસ્કરે ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, અર્થશાસ્ત્ર માટે નોબેલ પ્રાઈઝ જીતવા માટે અભિજીત બેનર્જીને વધામણી. ભારત માટે ગર્વની ક્ષણ. આ વાતને જાહેર કર્યા વિના નથી રહી શકતી કે બીજી વસ્તુઓ સાથે તે જેએનયૂના પણ વિદ્યાર્થી છે. દિયા મિર્ઝાએ લખ્યું કે ગરીબી ઉન્મૂલન પર રિસર્ચ માટે નોબેલ પુરસ્કાર મળવા પર અભિજીત બેનર્જી સહિત ત્રણેય લોકોને વધામણી. રવીના ટંડન અને અનિલ શર્માએ પણ તેમને શુભેચ્છા આપી.

raveena tandon farhan akhtar swara bhaskar