આવતા વર્ષથી મોબાઇલ ફોનના રોમિંગ ચાર્જિસ નહીં ચૂકવવા પડે

25 September, 2012 05:11 AM IST  | 

આવતા વર્ષથી મોબાઇલ ફોનના રોમિંગ ચાર્જિસ નહીં ચૂકવવા પડે

પ્રસ્તાવિત નૅશનલ ટેલિકૉમ પૉલિસી (એનટીપી) ૨૦૧૨ અંતર્ગત રોમિંગ ચાર્જિસ હટાવવાની વાત કરવામાં આવી હતી. મે મહિનામાં એનટીપીને મંજૂરી આપવામાં આવી હતી, જે મુજબ મોબાઇલ ફોનનો સબસ્ક્રાઇબર એક જ ફોન-નંબરનો ઉપયોગ આખા દેશમાં કરી શકશે તેમ જ તેણે પોતાના ટેલિકૉમ સર્કલની બહાર પણ કોઈ પણ જાતના ચાર્જિસ ચૂકવવા નહીં પડે. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ હાલ એનટીપીના ભાગરૂપ યુનિફાઇડ લાઇસન્સ ગાઇડલાઇન્સ વિશે ધ્યાન આપી રહી છે.