રેલવેનું પ્રાઇવેટાઇઝેશન નહીં થાય : સુરેશ પ્રભુ

04 December, 2014 03:55 AM IST  | 

રેલવેનું પ્રાઇવેટાઇઝેશન નહીં થાય : સુરેશ પ્રભુ



કેન્દ્ર સરકાર ઇન્ડિયન રેલવેનું પ્રાઇવેટાઇઝેશન કરવાની ફિરાકમાં હોવાના દાવાઓને ભ્રામક ગણાવતાં રેલવે-મિનિસ્ટર સુરેશ પ્રભુએ ગઈ કાલે જણાવ્યું હતું કે રેલવેને ખોટના ખાડામાંથી બહાર કાઢવા અને રેલવેમાં ખૂટતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકાર પ્રાઇવેટ કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટની યોજનામાં છે, પરંતુ રેલવેનાં યુનિયનોના દાવા પ્રમાણે રેલવેનું પ્રાઇવેટાઇઝેશન નથી થવાનું. વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી મુંબઈમાં એશિયા સોસાયટીને સંબોધતાં રેલવે-મિનિસ્ટરે કહ્યું હતું કે ‘ઇન્ડિયન રેલવેમાં અમે પ્રાઇવેટ પાર્ટિસિપેશન ઇચ્છીએ છીએ, પરંતુ એનો અર્થ એ નથી કે રેલવેનાં ઑપરેશન્સ (સંચાલન)નું પ્રાઇવેટાઇઝેશન કરવાના છીએ.’ કેટલાક લોકો, ખાસ કરીને રેલવે-યુનિયનો પ્રાઇવેટ કૅપિટલ અને પ્રાઇવેટાઇઝેશનનો ફરક સમજતા નથી તે આવા ભ્રામક દાવા કરી રહ્યાં છે એમ કહીને સુરેશ પ્રભુએ કહ્યું હતું કે ‘કેટલાંક યુનિયનોને લાગે છે કે સરકાર હવે રેલવે પોતાની પાસે રાખવા નથી માગતી અને રેલવેનું પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવશે, પરંતુ એવા દાવા હકીકતોથી વેગળા છે.’