છોકરીઓ નહીં રાખી શકે મોબાઇલ રાજસ્થાનની પંચાયતે આપ્યું ફરમાન

02 November, 2012 05:30 AM IST  | 

છોકરીઓ નહીં રાખી શકે મોબાઇલ રાજસ્થાનની પંચાયતે આપ્યું ફરમાન



રાજસ્થાનના દૌસા જિલ્લાના એક ગામમાં પંચાયતે છોકરીઓને મોબાઇલ ફોન રાખવા પર પ્રતિબંધ મૂકવાનું એલાન કર્યું હતું. ભંડરેઝ નામના ગામની પંચાયતે તમામ જ્ઞાતિઓના અગ્રણીઓને બોલાવીને આ આદેશ આપ્યો હતો. ગામની છોકરીઓ છોકરાઓથી દૂર રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. થોડા સમય પહેલાં જ એક છોકરી તેના બૉયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હતી. આ ઘટના બાદ પંચાયતે મોબાઇલ ફોન પર પાબંદી મૂકવાનો ઠરાવ રજૂ કર્યો હતો. ગામના સરપંચ દુર્ગાલાલે કહ્યું હતું કે ‘છોકરીઓ પાસે મોબાઇલ ફોન આવી જતાં તે સ્વચ્છંદી બની જાય છે એથી તેના પરિવારને અનેક પ્રૉબ્લેમ થઈ શકે છે. પંચાયતની મીટિંગમાં દરેકનું માનવું હતું કે છોકરીઓને મોબાઇલ ફોન આપવો જોઈએ નહીં.’

તેમણે એમ પણ કહ્યું હતું કે ૨૬ ઑક્ટોબરે સારા ઘરની એજ્યુકેટેડ યુવતી ૧૦મા ધોરણમાં ફેલ એવા છોકરા સાથે ભાગી ગઈ હતી. એ પછી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. આ ઘટના બાદ મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણ મૂકવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો.