22મી માર્ચથી કોઇ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભારતમાં લેન્ડ નહીં થઇ શકે

19 March, 2020 06:59 PM IST  |  New Delhi | IANS

22મી માર્ચથી કોઇ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભારતમાં લેન્ડ નહીં થઇ શકે

આ પ્રતીકાત્મક તસવીર છે

 કોરોના વાઈરસના વધી રહેલા કેસિઝને પગલે સરકારે ગુરુવારે નિર્ણય લીધો છે કે ૨૨મી માર્ચથી એક અઠવાડિયા સુધી દેશમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને લેન્ડ થવાની મંજુરી નહીં અપાય. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પણ સૂચના આપી છે કે ૬૫ વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોએ ઘરમાં જ રહેવું તે પ્રકારની માર્ગદર્શિકાઓ જાહેર કરવી. સરકારે એક આવેદન જાહેર કર્યું છે તે મુજબ કોઈપણ નિયત થયેલી આંતરરાષ્ટ્રીય કૉમર્શિયલ પેસેન્જર એરક્રાફ્ટને ૨૨ માર્ચથી એક અઠવાડિયા સુધી ભારતમાં ઉતરાણ કરવાની મંજૂરી નહીં અપાય.

ભારતમાં  ગુરુવાર સાંજ સુધીમાં COVID-19નાં કેસની સંખ્યા 173 નોંધાઇ ત્યાર બાદ આ પગલું લેવામાં આવ્યું. કુલ કેસિઝમાંથી ૨૫ વિદેશી નાગરિકો છે તેવો ડેટા કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ચાર વ્યક્તિ આ વાઇરસને કારણે મૃત્યુ પામી છે, મહારાષ્ટ્ર, દિલ્હી કર્ણાટક અને પંજાબ એમ ચાર રાજ્યોમાં આ મોતનાં બનાવ બન્યા છે.મંત્રાલયે જાહેર કરેલા આવેદન અનુસાર મેડિકલ સારવાર સિવાયના કોઈપણ કારણોસર વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિકોએ ઘરની બહાર ન નિકળવું સિવાય કે તે  જાહેર પ્રતિનિધિ હોય સરકારી અધિકારી હોય કે મેડિકલ ક્ષેત્રે કાર્યરત હોય. 

  સરકારે આપેલી સૂચના અનુસાર દસ વર્ષ થી ઓછી વયના બાળકોએ પણ સલામતી ખાતર ઘરમાં જ રહેવું તથા બહાર નીકળવાનું સાહસ ન કરવું. રેલવે તથા સિવીલ એવિએશન સત્તાધીશો પણ તમામ ઓછા દરની મુસાફરી એટલે કે કન્સેશનલ ટ્રાવેલ કરશે. ઓછા દરની મુસાફરી માત્ર વિદ્યાર્થીઓ દર્દીઓ તથા વિકલાંગો માટે ચાલુ રખાશે. 

સરકારે વધુમાં ઉમેર્યું કે તમામ રાજ્યોને તેવી તાકિદ કરવામાં આવે છે કે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની ફરજ પાડવામાં આવે. તેઓ ઈમરજન્સી ક્ષેત્રમાં કામ કરતા હોય તે તે સિવાય તેમને કામ ના સ્થળે જવું ટાળવું જોઈએ. સરકારે એમ પણ કહ્યું કે બધા જ ગ્રુપ બી અને ગ્રુપ સીના કેન્દ્ર સરકારના કર્મચારીઓને અઠવાડિયામાં એક દિવસે ઓફિસે હાજર રહેવાની સૂચના અપાશે તથા તેમના કામના કલાકોમાં પણ ચોક્કસ અંતર રાખવામાં આવશે. 


coronavirus covid19 national news air india