2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી હટાવી લેવાનો કોઈ આદેશ નથી: સિતારમણ

29 February, 2020 07:46 AM IST  |  New Delhi

2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી હટાવી લેવાનો કોઈ આદેશ નથી: સિતારમણ

કરન્સી

દેશનાં તમામ બૅન્ક એટીએમ મશીનોમાં ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો અમુક દિવસોથી પ્રચાર માધ્યમોમાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એ વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે ૨૦૦૦ રૂપિયાની નોટોને સર્ક્યુલેશનમાંથી હટાવી લેવાનો સરકારે બૅન્કોને કોઈ આદેશ આપ્યો નથી.

એક અહેવાલમાં જણાવાયું હતું કે દેશમાં ૨ લાખ ૪૦ હજાર એટીએમ મશીનોમાંથી ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો પાછી મગાવવામાં આવી છે. આ અહેવાલને પગલે ૨૦૦૦ની નોટ બંધ થઈ રહી હોવાની વાતો ચગી છે.

સીતારમણે કહ્યું કે ૨૦૦૦ની નોટ ઇશ્યુ કરવાનું બંધ કરવાનો બૅન્કોની સરકારે કોઈ સૂચના આપી નથી. ‘જ્યાં સુધી મને ખબર છે, બૅન્કોને એવી કોઈ સૂચના આપવામાં આવી નથી’ એમ તેમણે જાહેર ક્ષેત્રોની બૅન્કોના વડાઓ સાથેની એક બેઠકમાં આમ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૦ની નોટ દેશમાં સૌથી મોટી રકમની ચલણી નોટ છે.

national news nirmala sitharaman