નીતીશ કુમારે મુખ્ય પ્રધાન પદના શપથ લીધા

16 November, 2020 05:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નીતીશ કુમારે મુખ્ય પ્રધાન પદના શપથ લીધા

તસવીર સૌજન્યઃ એએનઆઈ

નીતીશ કુમાર આજે રાજભવનમાં મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા. તેમણે સાંજે સાડા ચાર વાગ્યે શપથ લીધી હતી અને આ શપથ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા હાજર રહ્યા છે.

રેણુ દેવીને નાયબ મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ તરફથી મંગલ પાંડે, અમરેન્દ્ર પ્રતાપ સિંહ, તારકિશોર પ્રસાદ, વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર યાદવે શપથ દીધા. જેડીયુના અશોક ચૌધરી, શીલા મંડળ તેમ જ હિંદુસ્તાની આવામ મોર્ચા (HAM) કોટામાંથી સંતોષ સુમને શપથ લીધા છે.  

નીતીશ કુમારે સાતમી વખત મુખ્ય પ્રધાન પદ માટે શપથ લીધી છે. સૌપ્રથમ તેમનો મુખ્ય પ્રધાન પદનો કાર્યકાળ ફક્ત સાત જ દિવસનો રહ્યો હતો. 3 માર્ચ 2000થી 10 માર્ચ 2000 સુધી જ તે મુખ્ય પ્રધાનના પદે હતા. જોકે તે પછી બીજી વખત 24 નવેમ્બર 2005થી 24 નવેમ્બર 2010 તે મુખ્ય પ્રધાન હતા. તેમ જ 26 નવેમ્બર 2010થી 17 મે 2014, ચોથી વારનો કાર્યકાળ 22 ફેબ્રુઆરી 2015થી 19 નવેમ્બર 2015 સુધી, 20 નવેમ્બર 2015થી 26 જુલાઈ 2017 અને અંતે 26 જુલાઈ 2017થી 13 નવેમ્બર 2020 નીતીશ કુમાર મુખ્ય પ્રધાન પદની જવાબદારી સંભાળી છે.  

bihar nitish kumar national news