Bihar Politics: નીતિશ કુમારે છોડ્યું કમળનું ફુલ, રાજ્યપાલને સોંપ્યું રાજીનામ

09 August, 2022 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નીતિશ કુમારે પોતાનું રાજીનામું રાજ્યપાલ ફાગુ ચૌહાણને સોંપ્યું છે. હવે આરજેડીના સમર્થનથી સરકાર બનશે.

નીતિશ કુમાર

મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) જેડીયુના ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ ભાજપ સાથેનું જોડાણ તોડી નાખ્યું છે. હવે તેઓ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. આ પહેલા તેમણે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્યો સાથેની બેઠકમાં નીતિશે કહ્યું કે હવે આ ગઠબંધન અસ્તિત્વમાં નથી.

બિહારના રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે તમામ સાંસદો અને ધારાસભ્યો એ વાત પર સહમતિ પર છે કે આપણે એનડીએ છોડી દેવી જોઈએ. નીતીશ કુમાર, તેજસ્વી યાદવ અને બિહારના કોંગ્રેસ પ્રભારી ભક્ત ચરણ દાસ સહિત મહાગઠબંધનના તમામ ધારાસભ્યો રાબડી નિવાસસ્થાન છોડીને હવે નીતિશ કુમારના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા છે.

સીએમ નીતિશ કુમારે આજે તેમના ધારાસભ્યોને મળીને બીજી વખત બીજેપી છોડવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ બેઠક પહેલા એનડીટીવીને કહ્યું હતું કે "વિસ્ફોટક સમાચાર માટે તૈયાર રહો." નીતિશ કુમાર આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે રાજભવન જઈ શકે છે. હવે તેઓ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા છે.

ભાજપના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "આ ગઠબંધન ટકી રહેવાની આશા રાખવી એ ગંભીર રીતે બીમાર દર્દીના પરિવાર માટે આશા છોડી દેવા જેવું છે."

 

national news bihar nitish kumar