નીતિશ કુમાર મારીજુઆનાનું સેવન કરે છે: આરજેડીના વિધાનસભ્યનો આક્ષેપ

29 November, 2021 04:12 PM IST  |  New Delhi | Agency

બિહારમાં શરાબ પર પ્રતિબંધ માત્ર દેખાવ પુરતું છે. હકીકતે રાજ્યના દરેક ગામ અને શહેરમાં શરાબ મળે છે. નીતિશ કુમાર બિહારના લોકોની આંખોમાં ધુળ ઝોંકી રહ્યાં છે એમ રાજવંશી મહતોએ કહ્યું હતું. 

નીતિશ કુમાર (ફાઇલ ફોટો)

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વિધાનસભ્ય રાજવંશી મહતોએ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર મારીજુઆના (ગાંજા)નું સેવન કરે છે એવો આક્ષેપ કર્યા બાદ બિહારમાં રાજકીય તાપમાનનો પારો ઉંચો જાય એવી સંભાવના છે. 
બિહારમાં શરાબના સેવનના કાયદાના સફળ અમલના પ્રયાસરૂપે નિતીશ કુમારે શપથ લેવાની ઝુંબેશ શરૂ કરી ત્યારે રાજવંશી મહતોએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું. બેગુસરાઈ જિલ્લામાં ચેરિયા બારિયાપુર વિધાનસભામાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા રાજવંશી મહતોએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર નશાની શ્રેણી હેઠળ આવતા મારિજુઆનાનું સેવન કરે છે. રાજ્યમાં મારિજુઆનાના વેચાણ તેમ જ ઉપયોગ પર પ્રતિબંધ છે ત્યારે તેઓ પોતે મારિજુઆનાનું વ્યસન કેમ નથી ત્યજી દેતાં? બિહારમાં શરાબ પર પ્રતિબંધ માત્ર દેખાવ પુરતું છે. હકીકતે રાજ્યના દરેક ગામ અને શહેરમાં શરાબ મળે છે. નીતિશ કુમાર બિહારના લોકોની આંખોમાં ધુળ ઝોંકી રહ્યાં છે એમ રાજવંશી મહતોએ કહ્યું હતું. 
 જો બિહારમાં શરાબ પર પ્રતિબંધ છે તો નીતિશ કુમાર અન્યો પાસે કેમ સોગંધ લેવડાવે છે પોતે કેમ તેનો અમલ નથી કરતાં પોતે કેમ સગંધ નથી લેતા એવો પ્રશ્ન રાજવંશી મહતોએ કર્યો હતો. 
બિહારમાં માફિયાઓ ગરીબ વર્ગના લોકોની મદદથી પોતાનું કામ ચલાવે છે અને રાજ્યની પોલીસ ગરીબ લોકો સામે પગલાં લે છે પરંતુ માફિયાઓ સામે કોઈ પગલાં લેતી નથી.

national news