નિતિન ગડકરીએ ઑટો નિર્માતાઓ સાથે કેમ કરી મુલાકાત, જાણો વધુ

04 August, 2021 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સોસાઇટી ઑફ ઇન્ડિયા ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના સીઇઓના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

નિતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સોસાઇટી ઑફ ઇન્ડિયા ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના સીઇઓના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી, જેમાં ખાનગી, વાણિજ્યિક અને દ્વિચાકી ઑટોમોબાઈલ નિર્માતા સામેલ છે.

પ્રતિનિધિમંડળે ઑટો ઉદ્યોગની સ્થિતિનું એક અદ્યતન પ્રસ્તુત કર્યું અને ઉત્સર્જન પર આધારિત નિયમો જેમ કે બીએસ 6 પાર્ટ 2, સીએએફ E પાર્ટ 2 વગેરેને સ્થગિત કરવાની રિક્વેસ્ટ કરી. યૂનિયન મિનિસ્ટરે ફ્લેક્સ-ઇંધણ વાહનોના તરત રોલ-આઉટની જરૂર પર જોર કર્યું. (FFVs) એક વર્ષની અંદર ભારતીય ઑટો બજારમાં 100 ટકા ઇથેનૉલ અને ગેસોલીન પર ચાલવામાં સક્ષમ, બ્રાઝીલ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં સફળ ઉપલબ્ધ પ્રૌદ્યોગિકીઓ સાથે.

મંત્રીએ વાહન ઇન્જીનિયરિંગના મોરચે સારું પ્રદર્શન કરનારા મૂળ ઉપકરણ નિર્માતાઓના વખાણ કર્યા અને બધા ખાનગી વાહન નિર્માતાઓને પ્રવાસીઓની સુરક્ષાના હિતમાં વાહનના બધા પ્રકારો અને ખંડોમાં ન્યૂનતમ 6 એરબૅગ ફરજિયાત રીતે ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી. સોસાઇટી ઑફ ઇન્ડિયા ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સની રિક્વેસ્ટ હાલ વિચારાધીન છે અને એક પખવાડિયાની અંદર એક અનુવર્તી બેઠક આયોજિત કરવામાં આવી શકે છે.

nitin gadkari national news automobiles