હેલ્મેટ વગર સ્કૂટર ચલાવીને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી ફસાયા વિવાદમાં

26 October, 2014 05:59 AM IST  | 

હેલ્મેટ વગર સ્કૂટર ચલાવીને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી ફસાયા વિવાદમાં





કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહે આ બાબતે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘આનાથી નેતા અને પાર્ટીના આચાર-વ્યવહારની ખબર પડે છે. આ બહુ જ સામાન્ય વસ્તુ છે અને બીજું કોઈ આ વાતને આટલું મહત્વ નહીં આપતું હોય, પણ ભારતના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર તરીકે તેમણે જે કાયદાનું પાલન કરવું જોઈતું હતું એ કાયદાનું તેમણે ઉલ્લંઘન કર્યું છે.’

આ ઘટનાને ધ્યાનમાં રાખીને દિગ્વિજય સિંહે ટિપ્પણી કરી હતી કે ‘આ પાર્ટીના લીડરનો અને પાર્ટીનો ઍટિટ્યુડ છતો કરે છે. તેઓ નિયમોનું પાલન કરવામાં માને છે કે નહીં એ વાતનો આના પરથી ખ્યાલ આવે છે.’