ગડકરીની થશે છુટ્ટી?

27 October, 2012 04:45 AM IST  | 

ગડકરીની થશે છુટ્ટી?



બીજેપીપ્રમુખ નીતિન ગડકરી તેમની કંપનીમાં થયેલાં બેનામી રોકાણોને લઈને ઘેરાયાં છે ત્યારે પાર્ટી પ્રમુખ તરીકે તેમના ભાવિને લઈને સવાલો પેદા થયા છે. પાર્ટીમાં તેમની વિરુદ્ધ અસંતોષમાં વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક નેતાઓ તેમને બીજી ટર્મ માટે પ્રમુખપદ સોંપવાનો વિરોધ કરીરહ્યા છે. ગઈ કાલે નવી દિલ્હીમાં પાર્ટીની બેઠક મળી હતી જેમાં સમગ્ર વિવાદને લઈને ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ખુદ ગડકરી પણ હાજર રહ્યા હતા. તેઓ ગઈ કાલે સાંજે નાગપુરથી નવી દિલ્હી પહોંચ્યા હતા. અગાઉ આરએસએસના વડા મોહન ભાગવત પણ આ બેઠકમાં સામેલ થવાના હતા. જોકે બાદમાં તેમની દિલ્હી આવવાની યોજના કૅન્સલ થઈ હતી. આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ ગઈ કાલે આપેલા નિવેદનને લઈને પણ ગડકરીની ચિંતા વધી છે. જોશીએ કહ્યું હતું કે કેટલાક નેતાઓની કૉપોર્રેટ કંપનીઓ સાથેની સાઠગાંઠને કારણે લોકોમાં નારાજગી ફેલાઈ છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી, આરએસએસ = રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ