હવે મધ્યમ વર્ગને પણ મળશે હેલ્થ-કવર: નીતિ આયોગ

20 November, 2019 10:58 AM IST  |  New Delhi

હવે મધ્યમ વર્ગને પણ મળશે હેલ્થ-કવર: નીતિ આયોગ

પ્રતિકાત્મક તસવીર

સરકાર હવે મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય વ્યવસ્થા તૈયાર કરવા પર વિચાર કરી રહી છે. આ યોજના એવા લોકો માટે હશે જે હજી સુધી કોઈ સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીના દાયરામાં નથી આવ્યા. નીતિ આયોગે સોમવારે એની રૂપરેખા જાહેર કરતાં આ બાબત જણાવી. નવી સ્વાસ્થ્ય પ્રણાલીમાં એવા લોકોને સામેલ કરવામાં નહીં આવે જે આયુષ્માન ભારત યોજનાના દાયરામાં છે. હાલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનામાં કુલ આબાદીના ૪૦ ટકા આવે છે જે પોતે સ્વાસ્થ્ય યોજના લેવાની સ્થિતિમાં નથી.
નીતિ આયોગે ‘નવા ભારત માટે સ્વાસ્થ્ય પ્રણાલી ઃ બાલ્ક નિર્માણ-સુધારા માટે સંભવિત માર્ગ’ શીર્ષક હેઠળ જાહેર કરતાં વાત કહી. આ જ રિપોર્ટ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જાહેર કરી. બિલ ઍન્ડ મેલન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે સહઅધ્યક્ષ બિલ ગેટ્સ પણ ઉપસ્થિત રહ્યા.
આરોગ્ય વર્ગની વ્યવસ્થાની તૈયારી કરનાર નીતિ આયોગના સલાહકાર (આરોગ્ય) વિનોદ કુમારે જણાવ્યું હતું કે રિપોર્ટનો ધ્યેય મધ્યમ વર્ગની પરિસ્થિતિથી લઈને લોકો માટે આરોગ્યની વ્યવસ્થા તૈયાર કરવાનો છે. આમાં મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
કુમારે જણાવ્યું કે લગભગ ૫૦ ટકા આબાદી હજી સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાથી જોડાયેલી નથી. એના માટે મામૂલી રકમ લઈ આ પ્રણાલી તૈયાર કરવાનો વિચાર છે જેમાં મધ્યમ વર્ગ સ્વાસ્થ્ય સુવિધા વ્યવસ્થા માટે  ૨૦૦થી ૩૦૦ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.