Nirbhaya Case: ફાંસીથી 3 દિવસ પહેલા SC પહોંચ્યો પવન, રાહતની કરી માગ

28 February, 2020 07:46 PM IST  |  Mumbai Desk

Nirbhaya Case: ફાંસીથી 3 દિવસ પહેલા SC પહોંચ્યો પવન, રાહતની કરી માગ

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ મામલે ફાંસીની સજા પામેલા ચારેય દોષીઓમાંથી એક પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ યાચિકા દાખલ કરી છે. યાચિકામાં દોષી પવને સુપ્રીમ કોર્ટને પોતાની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં પરિવર્તિત કરવાની માગ કરી છે.

આ સિવાય પવન કુમાર ગુપ્તાએ નીચલા ન્યાયાલય તરફથી જાહેર કરેલા ડેથ વૉરંટ પર પણ રોક લગાડવાની માગ કરી છે. પવનના વકીલ એપી સિંહે ક્યુરેટિવ યાચિકા દાખલ કરતાં કર્યું કે પવનને ફાંસીની સજા ન આપવામાં આવવી જોઇએ. પવને પોતાની યાચિકામાં પોતે ઘટના સમયે નાબાલિક હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

પવને હજી સુધી નથી વાપરી લીધા બધાં કાયદાકીય ઉપાય
નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા મામલે આ પહેલા ત્રણ દોષીઓ મુકેશ, વિનય અને અક્ષયની દયા યાચિકાઓ પહેલા જ રાષ્ટ્રપતિએ રદ કરી હતી. ચારેયમાં ફક્ત પવન ગુપ્તા જ એક એવો દોષી છે જેણે હજી સુધી પોતાની કાયદાકીય વિકલ્પો વાપરી નથી લીધા. પવન પાસે હજી રાષ્ટ્રપતિ આગળ દયા યાચિકા દાખલ કરવાનો વિકલ્પ પણ બાકી છે.

આ સિવાય અક્ષયે પણ રાષ્ટ્રપતિની દયા યાચિકા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી પણ નથી. જ્યારે અન્ય બે દોષીઓએ યાચિકા રદ થયા પછી સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિના નિર્ણયને પડકાર આપ્યો હતો.

3 માર્ચે થનારી ફાંસી ટળી શકે છે.
જણાવીએ કે ટ્રાયલ કોર્ટે 17 ફેબ્રુઆરીના ચાર દોષીઓને મુકેશ કુમાર સિંહ(32), પવન ગુપ્તા(25), વિનય કુમાર શર્મા(26) અને અક્ષય કુમાર(31) વિરુદ્ધ 3 માર્ચના ડેથ વૉરંટ જાહેર કર્યો છે. કોર્ટે 3 માર્ચ સવારે 6 વાગ્યે ચારેય દોષીઓમને ફાંસી આપવાનો આદેશ આપ્યો છે. માનવામાં આવે છે કે પવનની આ યાચિકા બાદ ફરી એકવાર ફાંસી ટળી શકે છે.

national news delhi news new delhi Crime News supreme court