ઇડી સમક્ષ નીરવ મોદીની બહેન અને બનેવી સરકારી સાક્ષી બનવા તૈયાર

07 January, 2021 03:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇડી સમક્ષ નીરવ મોદીની બહેન અને બનેવી સરકારી સાક્ષી બનવા તૈયાર

નીરવ મોદી

‘નીરવ મોદીએ અમને પણ બરબાદ કરી નાખ્યા છે, અમે સરકારી સાક્ષી બનવા તૈયાર છીએ, અમને માફી આપો’ એવી આજીજી નીરવની સગી બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતાએ કરી હતી.

પંજાબ નૅશનલ બૅન્કના અબજો  રૂપિયા ગૂપચાવીને વિદેશ નાસી ગયેલા નીરવ મોદીનાં બહેન-બનેવી સામે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો કેસ કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલા બે કેસમાં નીરવની નાની બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતાએ સાક્ષી બનવાની જાહેરાત કરી હતી.

મુંબઈની સ્પેશ્યલ કોર્ટે આ બન્નેની માફી અરજી સ્વીકારીને તેમને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી. ગયા મહિને પૂર્વી અને મયંક મહેતાએ સ્પેશ્યલ કોર્ટમાં એક અરજી આપી હતી. આ અરજીમાં બન્નેએ એવો દાવો કર્યો હતો કે અમે નીરવના કેસથી હવે દૂર થઈ જવા માગીએ છીએ. અમને માફી આપવામાં આવે તો અમે નીરવ વિશે કેટલીક સચોટ માહિતી આપવા અને સરકારી સાક્ષી બનવા તૈયાર છીએ. અત્રે એ ધ્યાનમાં રહે કે પૂર્વી પાસે બેલ્જિયમનું અને એના પતિ પાસે બ્રિટિશ નાગરિકત્વ છે.

national news Nirav Modi