આ દેશમાં લૉકડાઉન ભંગની સજા છે મોત

17 April, 2020 10:04 PM IST  |  Nigeria | Gujarati Mid-day Online Correspondent

આ દેશમાં લૉકડાઉન ભંગની સજા છે મોત

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)નું સંક્રમણ આખા વિશ્વમાં ફેલાયું છે અને આ સંક્રમણે રોકવા માટે દરેક દેશ પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે. ભારતમાં પણ ત્રીજી મે સુધી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે અને આ લૉકડાઉનનો ભંગ ન થાય તે માટે પોલીસ અનેક પગલા લઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. છતા પણ લોકો લૉકડાઉનનો ભંગ કરીને બહાર નીકળે છે. નાઈજિરિયામાં લોકો લૉકડાઉનનો ભંગ ન કરે તે માટે પોલીસે બહુ જ કડક નિયમો બનાવ્યા છે.

નાઈજિરિયમાં જે લોકો સરકારી આદેશનું પાલન નહીં કરે કે પછી આદેશનો ભંગ કરશે તેમના પર ગોળીબાર કરવામાં આવશે. આ નિયમને કારણે નાઈજિરિયામાં કોરોના સંક્રમિત થઈને મૃત્યુ પામનારા કરતા લૉકડાઉન અને સરકારી નિયમોનો ભંગ કરીને ગોળીબારમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધુ છે. અત્યાર સુધી નાઈજિરિયામાં કોરોનાને લીધે 13 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે લૉકડાઉન નિયમોનો ભંગ કરીને ગોળીબારમાં 18 લોકોના મૃત્યુ થયા છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અહેવાલ મુજબ, નાઈજિરિયામાં 36 રાજ્યોમાંથી 24 સુરક્ષાબળો દ્વારા માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓની 105 ફરિયાદો મળી હતી. પરંતુ સરકારનું કહેવું છે કે, અત્યાર સુધી પોલીસ કાર્યવાહીમાં 12 લોકોના જ મોત થયા છે. નાઈજિરિયામાં 30 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

કોરોના સામે આખું વિશ્વ જંગ લડી રહ્યું છે, પણ નિયમોનો ભંગ કરનાર પર ગોળીબાર જેટલી સખતાઈના નિયમો કોઈ દેશે નથી બનાવ્યા. નાઈજિરિયાન આ નિયમોને કારણે જ કદાચ ત્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા આટલી ઓછી છે.

coronavirus covid19 nigeria