વડાપ્રધાન મોદીને મળ્યો મોતની ધમકીનો ઈ-મેઈલ, સુરક્ષા વધારવામાં આવી

04 September, 2020 12:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન મોદીને મળ્યો મોતની ધમકીનો ઈ-મેઈલ, સુરક્ષા વધારવામાં આવી

ફાઈલ તસવીર

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને જીવથી મારી નાખવાની ધમકી મળ્યાં બાદ ટેન્શન વધી ગયું છે. એક બાજુ વડાપ્રધાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બીજી બાજુ ઈ-મેઈલ દ્વારા ધમકી આપનારને શોધવાના પ્રયત્નો ચલી રહ્યાં છે. નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)એ આઠ ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલયને એક ઈ-મેઈલ લખ્યો હતો.  જેમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જીવનું જોખમ હોવાની શંકા સેવાઈ રહી છે. કોઈ તેમને જાનથી મારવાનું ષડયંત્ર રચી રહ્યું છે. જો કે, આ માહિતી મળ્યા બાદ ગૃહ મંત્રાલય દ્વારા ગુપ્તચર એજન્સી સહિત તપાસ એજન્સીઓની સાથે તે ઈ-મેઈલને શેર કરવામાં આવ્યો અને તેમને આ બાબતે સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.

હકિકતમાં, એનઆઈએને એક ઈ-મેઈલ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. જો કે આ ઈ-મેઈલ મોકલનાર કોણ છે અને કેમ તે વડાપ્રધાન મોદીને નિશાનો બનાવવા માંગે છે આ વિશે કોઈ જાણકારી તે ઈ-મેઈલમાં આપવામાં આવી નથી. મનાઈ રહ્યું છે કે, આ કૃત્ય કોઈ કટ્ટરવાદી સંગઠન અથવા જેહાદી સંગઠનનું છે. તપાસ એજન્સી આ મામલામાં તપાસ કરી રહી છે.

વડાપ્રધાન વિરુદ્ધ એનઆઈએને કરવામાં આવેલા ઈ-મેઈલમાં માત્ર ત્રણ શબ્દ લખવામાં આવ્યા હતા, 'કિલ નરેન્દ્ર મોદી'. આ ઈ-મેઈલ એનઆઈએને Ylalwani@12345@gmail.com નામના ઈ-મેઈલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો. જે આઈપી એડ્રેસથી આ મેલ કરવામાં આવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. આરોપીએ આ ઈ-મેઈલ એનઆઈએના nfo.mum.nia@gov.in પર મોકલ્યો હતો. આ ઈ-મેઈલ 8 ઓગસ્ટ 2020 ના રોજ શનિવારે દિવસની શરુઆતમાં લગભગ 1.31 મિનિટ અને 06 સેકેન્ડે (એટલે કે શુક્વારના રાતના 1.31 વાગે) મોકલવામાં આવ્યો હતો.

એટલે હવે, સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ને સતર્ક કરાવમાં આવ્યા છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને પહેલા કરતા વધારી દેવામાં આવી છે. તેમની ઓફિસ, ઘરની આસપાસના વિસ્તારો અને રોડ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

national news narendra modi