અનેક રાજ્યોમાં આતંકી કનેક્શનને લઈ PFI પર દરોડા, 106 લોકોની ધરપરકડ 

22 September, 2022 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આંધ્રપ્રદેશમાંથી 5, આસામમાંથી 9, દિલ્હીમાંથી 3, કર્ણાટકમાંથી 20, કેરળમાંથી 22, એમપીમાંથી 4 અને મહારાષ્ટ્રમાંથી 20, પુડુચેરીમાંથી 3, રાજસ્થાનમાંથી 2, તમિલનાડુમાંથી 10 અને ઉત્તર પ્રદેશમાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

અનેક રાજ્યોમાં આતંકી કનેક્શનને લઈ PFI પર દરોડા

ED અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આજે PFIના સ્થળો પર દરોડા પાડી રહી છે. આ દરમિયાન ભારે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

NIAની ટીમ દેશભરમાં દરોડા પાડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેરળમાં લગભગ 50 જગ્યાએ NIAના દરોડા ચાલી રહ્યા છે. આ સિવાય દેશના બાકીના રાજ્યોમાં પણ રેડ લગાવવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પીએફઆઈ સાથે જોડાયેલા ટેરર ​​ફંડિંગ કેસને લઈને ચાલી રહી છે.

મંજેરી, મલ્લપુરમ જેવા વિસ્તારોમાં NIAના દરોડા ચાલુ છે. કેરળમાં આ દરોડા મોટા પાયે થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ દરોડામાં NIAની સાથે EDની ટીમ પણ હાજર છે. દરોડામાં અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે.NIAના આ દરોડામાં PFIના તમામ અધિકારીઓના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં કેરળના મંજેરીમાં પીએફઆઈના અધ્યક્ષ ઓએમએ સલામના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાના સમાચાર મળતા જ PFIના કાર્યકરો પણ તેનો વિરોધ કરી રહ્યા છે.

જયપુરમાં પણ NIAની ટીમ PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા છે. અગાઉ NIAએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઘણી જગ્યાએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન લગભગ 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Maharashtra: ઠાકરે અને શિંદે બંનેને ઝટકો, BMCએ શિવાજી પાર્કમાં રેલી માટે કર્યો ઈન્કાર

PFIએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "PFIના રાષ્ટ્રીય, રાજ્ય સ્તરના અને સ્થાનિક નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્ય સમિતિના કાર્યાલય પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે." આંધ્રપ્રદેશમાંથી 5, આસામમાંથી 9, દિલ્હીમાંથી 3, કર્ણાટકમાંથી 20, કેરળમાંથી 22, એમપીમાંથી 4 અને મહારાષ્ટ્રમાંથી 20, પુડુચેરીમાંથી 3, રાજસ્થાનમાંથી 2, તમિલનાડુમાંથી 10 અને ઉત્તર પ્રદેશમાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

મહારાષ્ટ્ર ATSએ પણ PFI વિરુદ્ધ ચાર અલગ-અલગ કેસ નોંધ્યા છે. મહારાષ્ટ્ર એટીએસના દરોડા પણ આજે સમગ્ર રાજ્યમાં ચાલુ છે, જેમાં ઔરંગાબાદ, બીડ, પરભણી પર્વ, માલેગાંવ, મુંબઈ અને નવી મુંબઈનો સમાવેશ થાય છે. એટીએસના જણાવ્યા અનુસાર 20 લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ દરોડામાં NIAની સાથે EDની ટીમ પણ હાજર છે. પીએફઆઈના તમામ ટોચના અધિકારીઓ તપાસ એજન્સીઓના રડાર પર છે.

national news kerala karnataka