મહિલાઓ માટે 'હમારી પહચાન'ની અનોખી પહેલ

27 May, 2020 01:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મહિલાઓ માટે 'હમારી પહચાન'ની અનોખી પહેલ

પ્રતિકાત્મક તસવીર

તમારા મતે વૈભવી જીવનમાં મોંઘી ગાડી, મોટો બંગલો કે પછી બ્રાન્ડેડ કપડાને લેટેસ્ટ ફોનનો સમાવેશ થતો હશે. પરંતુ દિલ્હીની ઝૂંપડપટ્ટીઓમાં રહેતી મહિલાઓ માટે વૈભવી જીવનની વ્યાખ્યા કંઈક જુદી જ છે. સેનેટરી પેડ્સ મળવા એ તેમના માટે જાણે ભગવાન મળવા જેવી બાબત છે. એટલે બિન સરકારી સંસ્થા 'હમારી પહચાન'એ એક બીડું ઝડપ્યું છે અને મહિલાઓને સેનેટરી પેડ્સનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે.

દિલ્હીને રહેવા માટે સુરક્ષિત સ્થળ બનાવવાનું કાર્ય સ્વૈચ્છિક સંસ્થા 'હમારી પહચાન' કરે છે. સંસ્થાએ 28મે ના રોજ ઉજવાતા માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ નિમિત્તે 'સુખદ' ઝુંબેશ અંતર્ગત 50,000 સેનેટરી પેડ્સનું વિતરણ કરવાનું નક્કી કર્યું. આ માટે તેઓ જાગૃતિ ફેલાવી રહ્યાં છે અને લોકોને પેડ્સના વિતરણ માટે દાન કરવાની અપીલ પણ કરી રહ્યાં છે. #Isupporthamaripahchan #thumbsupforsukhad હૅશટેગ વાપરીને તેઓ લોકોને અપીલ કરી રહ્યાં છે.

આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો, ભારતમાં માસિક સ્ત્રાવ દરમ્યાન ફક્ત 15 ટકા સ્ત્રીઓ જ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે છે. જ્યારે 85 ટાકથી વધુ સ્ત્રીઓ અસલામત વસ્તુઓનો ઉપયોગ કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય પર ઘેરી અસર પડે છે.

national news new delhi