ન્યુઝ શોર્ટમાં : હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે ન્યુઝ-ચૅનલોને આપ્યો ઠપકો

22 September, 2022 08:43 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સીબીઆઇએ  કરી એબીજીના ફાઉન્ડર-ચૅરમૅનની ધરપકડ અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

પીએમ કૅર્સ ફન્ડના ટ્રસ્ટી તરીકે રતન તાતાની નિમણૂક

નવી દિલ્હી : વડા પ્રધાનની ઑફિસમાંથી ગઈ કાલે જાહેર કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટ અનુસાર દિગ્ગજ ઉદ્યોગપતિ રતન તાતા, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ કે. ટી. થોમસ તેમ જ લોકસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કારિયા મુંડાને પીએમ કૅર્સ ફન્ડના ટ્રસ્ટી તરીકે નૉમિનેટ કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પીએમ કૅર્સ ફન્ડના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની મીટિંગ મંગળવારે મળી હતી, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમ જ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ હાજર હતાં. શાહ અને સીતારમણ બન્ને પીએમ કૅર્સ ફન્ડના ટ્રસ્ટી છે. આ મીટિંગ દરમ્યાન રતન તાતાને પીએમ કૅર્સ ફન્ડના ટ્રસ્ટી તરીકે નૉમિનેટ કરાયા હતા. 

 

હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે ન્યુઝ-ચૅનલોને આપ્યો ઠપકો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ મામલે ટીવી-ચૅનલોની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ઍન્કરનો રોલ બહુ જ મહત્ત્વનો છે. વળી કેન્દ્ર સરકાર આ મામલે કેમ ચૂપ છે? જસ્ટિસ કે. એમ. જોસેફે કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયામાં બેફામ રીતે હેટ સ્પીચના વિડિયો વાઇરલ થાય છે, પરંતુ ઍન્કરની ફરજ છે કે કોઈ વ્યક્તિ એલફેલ બોલવાનું શરૂ કરે ત્યારે તેમને રોકવા જોઈએ. આપણે અમેરિકા જેવા સ્વતંત્ર નથી. સરકારે પણ અદાલતને મદદ કરવી જોઈએ.’ આ મામલે વધુ સુનાવણી ૨૩ નવેમ્બરે થશે.  

 

સીબીઆઇએ  કરી એબીજીના ફાઉન્ડર-ચૅરમૅનની ધરપકડ

નવી દિલ્હી : સીબીઆઇએ ૨૨,૮૪૨ કરોડ રૂપિયાથી વધુના કથિત બૅન્ક ફ્રૉડના સંબંધમાં ગઈ કાલે એબીજી શિપયાર્ડ લિમિટેડના ફાઉન્ડર-ચૅરમૅન રિશી કમલેશ અગરવાલની ધરપકડ કરી હતી. સીબીઆઇએ અગરવાલની વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ પદના દુરુપયોગ, વિશ્વાસનો ગુનાહિત ભંગ, ચીટિંગ, અપરાધિક કાવતરુંના આરોપો હેઠળ કેસ કર્યો છે. 

national news international news