ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

11 January, 2022 08:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મણિપુરમાં પોલીસ કમાન્ડો અને બીજેપીના કાર્યકર્તાની હત્યા; બુલી બાઈ ઍપના માસ્ટર માઇન્ડે કર્યો આપઘાતનો પ્રયાસ અને વધુ સમાચાર

શિમલામાં હિમવર્ષા યથાવત્

મણિપુરમાં પોલીસ કમાન્ડો અને બીજેપીના કાર્યકર્તાની હત્યા

ઇમ્ફાલ : મણિપુરના ઇમ્ફાલ જિલ્લાના વાંગોડમાં અજ્ઞાત હુમલાખોરોએ એક પોલીસ કમાન્ડો અને બીજેપી કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી હતી.  હુમલાખોરો આતંકવાદી હોવાની આશંકા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં હિંસાની આ પહેલી ઘટના છે, જેને કારણે સમગ્ર વાતાવરણમાં તણાવ છે. રવિવારે રાત્રે કારમાં સવાર થયેલા હુમલાખોરોએ રોડ નજીક વાત કરી રહેલા ૫૭ વર્ષના અબુજામ જાન અને ૩૭ વર્ષના અબુજામ તોબાને ગોળી મારી હતી. અબુજામનું નિધન હૉસ્પિટલ લઈ જતી વખતે ું અને તોબાનું નિધન સોમવારે થયું હતું. 

 

બુલી બાઈ ઍપના માસ્ટર માઇન્ડે કર્યો આપઘાતનો પ્રયાસ

નવી દિલ્હી : બુલી બાઈ ઍપના માસ્ટર માઇન્ડ નીરજ બિશ્નોઈ હાલ​ દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. રિપોર્ટ મુજબ તેણે જેલમાં બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.હાલ તે સુરક્ષિત છે. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે નીરજ બિશ્નોઈ અવારનવાર કેટલીયે વેબસાઇટ હૅક કરતો હતો. તે માત્ર ૧૫ વર્ષની ઉંમરથી આના રવાડે ચઢી ગયો હતો. અગાઉ નીરજે ભારત અને પાકિસ્તાનની કેટલીયે સ્કૂલ અને યુનિવર્સિટીની વેબસાઇટ હૅક કરી છે. મુંબઈ પોલીસે ઉત્તરાખંડની ૧૮ વર્ષની શ્વેતા ઝાની પણ ધરપકડ કરી હતી. નીરજે શ્વેતા ઝાના ટ્વિટર અકાઉન્ટથી ટ્વીટ કરીને મુંબઈ પોલીસને પડકાર ફેંક્યો હતો કે તેઓ તેની ધરપકડ કરી દેખાડે.

 

શિમલામાં હિમવર્ષા યથાવત્

શિમલા : હિમાચલ પ્રદેશના શિમલા તથા આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે પણ ​હિમવર્ષા ચાલુ રહી હતી. પરિણામે શિમલા તથા એની આપસાસના રોડ બંધ થઈ ગયા હતા. પ્રવાસીઓ તેમ જ સ્થાનિક લોકોને જો ઇમર્જન્સીમાં ક્યાંય જવાનું હોય તો સલામત વિકલ્પ પસંદ કરવાની સૂચના સત્તાધીશોએ આપી હતી. દરમ્યાન ચારે તરફ છવાયેલી બરફની ચાદર વચ્ચે પસાર થતી ટ્રેન એક અદ્ભુત દૃશ્ય ઊભું કરતું હતું. 

national news international news