ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

19 June, 2021 09:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં જળયાત્રાને મંજૂરી; પબજી ગેમનું ભારતમાં કમબૅક અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

કાયદો જ સર્વોપરી: ટ્વિટરને સાફ  શબ્દોમાં સંભળાવ્યું સંસદીય સમિતિએ

ગાઝિયાબાદ: આઇટીના નવા નિયમોને મામલે ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે સંસદીય સમિતિના સભ્યોએ ટ્વિટર ઇન્ડિયાના અધિકારીઓના એવા નિરીક્ષણ કે તેઓ નીતિનું ચુસ્ત પાલન કરે છે એની સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દેશનો કાયદો જ સર્વોપરી છે. નવા આઇટી નિયમોના મુદ્દે કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે થયેલા વિવાદ વચ્ચે માઇક્રો-બ્લૉગિંગ સાઇટના અધિકારીઓને ગઈ કાલે સોશ્યલ મીડિયાનો દુરુપયોગ રોકવા કૉન્ગ્રેસના શશી થરૂરના વડપણ હેઠળની સંસદીય પૅનલ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

 

અમદાવાદમાં જળયાત્રાને મંજૂરી

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાના શ્રીગણેશ જળયાત્રાથી થાય છે ત્યારે જળયાત્રા આ વર્ષે કેવી રીતે નીકળશે એ સવાલ શ્રદ્ધાળુઓને સતાવતો હતો ત્યારે જળયાત્રાને મંજૂરી મળી ગઈ છે. જોકે દર વર્ષે ૧૦૮ કળશની સાથે વાજતેગાજતે રથયાત્રા નીકળે છે, પરંતુ આ વર્ષે માત્ર પાંચ કળશ સાથે મંદિરના સેવકો તેમ જ ગાદીપતિ અને ટ્રસ્ટી યાત્રામાં જોડાશે. સાબરમતી નદીના આરે વિધિવત્ રીતે ગંગાપૂજન થશે, જેમાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગંગાપૂજન થશે.

 

પબજી ગેમનું ભારતમાં કમબૅક

વૉશિંગ્ટન: પબજી મોબાઇલ ગેમના ચાહકોની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો છે. હવે નવા નામ ‘બૅટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા’, અે ન્યુ અકાઉન્ટ સિસ્ટમ તથા ગ્રીન બ્લડ સહિત નવા અવતારમાં આ ગેમના આગમનના સમાચાર સાથે મોબાઇલ ફોન પર ગેમ રમવાના શોખીનોને મોજ પડી ગઈ છે.

national news international news