News In Short : એલએલપી ઍક્ટમાં સુધારાને કેન્દ્ર સરકારે આપી દીધી મંજૂરી

29 July, 2021 02:01 PM IST  |  New Delhi | Agency

એલએલપી ઍક્ટ ૨૦૦૯ની સાલમાં અમલી બન્યા બાદ એમાં પહેલી જ વાર સુધારો કરાયો છે. આ સુધારાથી હવે એલએલપીને કંપનીઓ સાથે સમાન સ્તર પર આવવાનો મોકો મળશે.

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં ચીનના નાગરિકો પર બીજો હુમલાે
પાકિસ્તાનની કરાચીમાં આવેલી ફૅક્ટરીમાં કામ કરતા ચીનના બે નાગરિકોને લઈ જતી કાર પર અજાણ્યા બંદૂકધારીઓએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે. જોકે ચીનને આ હુમલાને બહુ ગંભીર ગણ્યો નથી. અગાઉ ૧૪ જુલાઈએ ખૈબર પખ્તુનખ્વા પ્રોવિન્સમાં ચીનના એન્જિનિયરોને લઈ જતી બસને વિસ્ફોટથી ઉડાડવામાં આવી હતી જેમાં નવ ચાઇનીઝ નાગરિકોનાં મરણ થયાં હતાં તેમ જ ૨૭ ઈજાગ્રસ્ત થયા હતા. 

ગુજરાતની નવી ક્લિનિક માટે વિચિત્ર નિર્ણયો
ગુજરાત સરકાર પંડિત દિનદયાળ ક્લિનિક તરીકે રાજ્યમાં નવી તબીબી સેવા શરૂ કરવા જઈ રહી છે. જોકે આ ક્લિનિક માટે પસંદ થનાર ડૉક્ટરોએ તેમના કમ્પાઉન્ડર– સહાયકને સાથે લઈને આવવું પડશે એટલું જ નહીં, પરંતુ આ કમ્પાઉન્ડર–સહાયકનો ચાર્જ સરકારે નહીં પરંતુ જે-તે ડૉક્ટરોએ ચૂકવવો પડશે.
નીતિન પટેલે ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે શહેરી વિસ્તારમાં મહાનગરોમાં અને ખાસ કરીને ઝૂંપડપટ્ટીવાળા ગીચ વિસ્તારોમાં, કામદાર વસ્તી ધરાવતો વિસ્તાર આપણે કૉર્પોરેશનના સહયોગથી ટૂંક સમયમાં તદ્દન નવી એક શરૂઆત કરી રહ્યા છીએ કે સાંજના સમયના ક્લિનિક પંડિત દિનદયાળ ક્લિનિક નામથી ચાલશે. ત્યાં જે દવા વપરાશે એ રાજ્ય સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવશે.’

કેરલા : પાંચથી વધુ બાળકો હશે તો આર્થિક સહાય
મધ્ય કેરલાના એક કૅથલિક ચર્ચે પાંચ કે વધુ બાળક ધરાવતા પરિવારો માટે કલ્યાણકારી યોજના જાહેર કરી છે. ચર્ચના આ પગલાને રાજ્યમાં ખ્રિસ્તીઓની સંખ્યા વધારવાના પ્રોત્સાહક પગલા તરીકે જોવાય છે. પાલા ડાયોસીઝ ઑફ સાયરો- મલબાર ચર્ચ હેઠળ ફૅમિલી એપોસ્ટોલેટ દ્વારા લૉન્ચ કરાયેલી આ પહેલમાં ૨૦૦૦ની સાલ પછી લગ્ન થયાં હોય અને પાંચ કે વધુ બાળકો ધરાવતા દંપતીને મહિને ૧૫૦૦ની નાણાકીય સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. 

એલએલપી ઍક્ટમાં સુધારાને કેન્દ્ર સરકારે આપી દીધી મંજૂરી
કેન્દ્ર સરકારે ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’ના પોતાના અપ્રોચ સાથે આગળ વધીને તેમ જ સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગઈ કાલે લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (એલએલપી) ઍક્ટમાંના સુધારાને બહાલી આપી હતી. આ મંજૂરી આપવાની સાથે મોદી સરકારે આ કાયદામાંના ૧૨ કસૂરને ગુનાહિત ઢાંચામાંથી બહાર કાઢીને એને કાનૂની સ્વરૂપ આપ્યું હતું. એ ઉપરાંત નવા સુધારિત ધારા હેઠળ સ્મૉલ એલએલપી માટે નવી વ્યાખ્યા તૈયાર કરાશે. એલએલપી ઍક્ટ ૨૦૦૯ની સાલમાં અમલી બન્યા બાદ એમાં પહેલી જ વાર સુધારો કરાયો છે. આ સુધારાથી હવે એલએલપીને કંપનીઓ સાથે સમાન સ્તર પર આવવાનો મોકો મળશે.

national news