અફઘાનમાંથી અમેરિકાએ ચાલતી પકડી, ભારતની ચિંતા ખૂબ વધી ગઈ

16 April, 2021 03:24 PM IST  |  New York | Agency

અમેરિકાએ ૨૦ વર્ષમાં ૨૪૦૦ સૈનિકો ગુમાવી દીધા

પ્રતીકાત્મક તસવીર

બે દાયકાથી વધારે વખતથી લડાયક માહોલમાં અમેરિકાનાં લશ્કરી દળોની અફઘાનિસ્તાનમાં ઉપસ્થિતિ પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. અમેરિકન સૈનિકોની વાપસી વેળા પ્રમુખ જો બાઇડને અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા માટે ઉચિત સહાય કરવા ભારત તથા અન્ય દેશોને અનુરોધ કર્યો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઇડને આગામી ૧૧ સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનની ભૂમિ પરથી છેલ્લો અમેરિકન સૈનિક પાછો બોલાવી લેવાની જાહેરાત બુધવારે કરી હતી.

જોકે, ભારતે અમેરિકાની વાપસીના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનમાં ફરી અશાંતિ ન સર્જાય અને અમેરિકી દળો પાછા જવાથી ફરી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ન વધે એવું ભારત ઇચ્છે છે.

૨૦ વર્ષથી અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાનમાં હતા. આ યુદ્ધમાં અમેરિકાએ કુલ ૨૪૦૦ સૈનિકો ગુમાવ્યા છે તેમ જ બે ટ્રિલ્યન ડૉલર એટલે કે ૧૫૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

national news united states of america afghanistan international news