મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો 19 નવા ચહેરાઓને

05 July, 2016 09:57 AM IST  | 

મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો 19 નવા ચહેરાઓને




નવી દિલ્હી : તા, 05 જુલાઈ

કેન્દ્રમાં સત્તાનું સુકાન સંભાળ્યાના 2 વર્ષ બાદ આખરે પહેલીવાર મોદી સરકારના મંત્રિમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે 6 ચેહરાઓ કપાયા છે.  આ સાથે જ મોદી સરકારના મંત્રીઓની સંખ્યા વધી ગઈ છે. મંત્રીમંડળમાં પ્રકાશ જાવડેકરને પ્રમોશન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળના વિસ્તાર માટેનો કાર્યક્રમ અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત કરાવમાં આવ્યું હતું.

જોકે કોને કયા મંત્રાલયનો કારભાર સોંપવામાં આવશે તેની જાહેરાત રાત સુધીમાં કરાશે. પરંતુ ટોચના ચાર મંત્રાલય નાણાં, ગૃહ, વિદેશ અને સંરક્ષણ મંત્રાલયમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તરણમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં આગામી સમયમાં થનારી ચૂંટણીની ઝલક સ્પષ્ટ દેખાઈ આવે છે. મોદીના મંત્રીમંડળ વિસ્તરણમાં સૌથી વધુ પ્રાધાન્ય ગુજરાતને આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં શામેલ કરાયેલા પ્રધાનોની યાદી પર એક નજર.

પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકરને કેન્દ્રિય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે પર્યાવરણ મંત્રી (સ્વતંત્ર હલાવો) હતાં. જાવડેકર મહારાષ્ટ્રમાંથી રાજ્ય સભાના સાંસદ છે.

એસએસ આહલુવાલિયા

આહલુવાલિયાને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. તેઓ પશ્ચિમ બંગના દાર્જીલિંગથી સાંસદ છે.

ફગ્ગન સિંહ કુલસ્તે

મધ્ય પ્રદેશના માંડલાથી ભાજપના સાંસદ વોટ ફોર કેસ કાંડમાં જેલ જઈ ચુક્યા છે.

રામદાસ આઠવલે

આઠવલે મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ આરપીઆઈના અધ્યક્ષ પણ છે. તેમની ગણતરી મહારાષ્ટ્રના મોટા ગજના દલિત નેતામાં થાય છે. આઠવલેએ જય ભીમ, જય ભારત સાથે શપથ ગ્રહણ કર્યા હતાં.

રમેશ જિગાજિનાગી

જિગાજિનાગી કર્ણાટકના બીજાપુરથી ભાજપના સાંસદ છે. તેઓ ભાજપમાં તદ્દન નવો ચહેરો માનવામાં આવે છે.

એમ જે અકબર

જાણીતા પત્રકાર એવા એમ જે અકબર મધ્ય પ્રદેશથી રાજ્યસભાનાં સાંસદ છે. એક સમયે અકબર કોંગ્રેસ અને રાજીવ ગાંધીના નજીકના ગણાત હતાં.

અનુપ્રિયા પટેલ

અનુપ્રિયા અપના દળની નેતા છે. તેઓ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની સાંસદ છે.

રાજેન ગોહિન

અસમમાં ભાજપે પ્રબળ જનાધારા બાદ સત્તા હાંસલ કરી છે. હવે ચુંટણી વચનો પુરા કરવાના આશયથી આસામના નૌગાંવથી સાંસદ રાજેન ગોહિનને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે.

પી પી ચૌધરી


ચૌધરી રાજસ્થાનના પાલીથી સાંસદ છે.

અર્જુન રામ મેઘવાલ

મેઘવાલ રાજસ્થાનના બીકાનેરથી ભાજપના સાંસદ છે. તેઓ આઈએએસ અધિકારી રહી ચુક્યા છે.

પુરૂષોત્તમ રૂપાલા (ગુજરાત)

રૂપાલા ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપનું નેતૃત્વ કરે છે. ઘણા સમયથી કેન્દ્રિય મંત્રાલયમાં રૂપાલાનું નામ નિશ્ચિત ગણાંતુ હતું.

વિજય ગોયલ

રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ ગોયલ એક સમયે દિલ્હીમાં ભાજપના વજનદાર નેતા હતાં. ભાજપ તેમને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પણ સોંપી ચુકી છે.

મનસુખભાઈ માંડવીયા (ગુજરાત)

ગુજરાતનો વધુ એક ચહેરો મનસુખભાઈ માંડવિયા. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાં સાંસદ તરીકે રાજ્યસભામાં ચુંટાય છે.

મહેન્દ્ર નાથ પાંડે

ઉત્તર પ્રદેશના ચંદૌલીથી ભાજપના સાંસદ.

કૃષ્ણા રાજ


ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી ભાજપના સાંસદ છે.

જસવંત સિંગ ભાંભોર (ગુજરાત)


ગુજરાતના દાહોદ સીટ પરથી ભાજપના સાંસદ સભ્ય.

અજય ટમ્ટા

અજય ટમ્ટા ઉત્તરાખંડમાં ભાજપના દલિત નેતાના રૂપમાં ઉભરી આવ્યા છે. ટમ્ટા ભાજપમાં અનૂસુચિત જાતી મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે, તેઓ ઉત્તરાખંડના અલ્મોડાથી ભાજપના સાંસદ છે.

સી આર ચૌધરી

રાજસ્થાનના નાગૌર બેઠક પરથી ભાજપના સાંસદ સભ્ય.

સુભાષ ભામરે

મહારાષ્ટ્રની ધુળે બેઠક પરથી ભાજપના સાંસદ