એક કાર્ડથી મેટ્રો યાત્રિકો ફરી શકશે દેશ આખામાં, મોદી સરકાર આપશે ભેટ

15 June, 2019 07:16 PM IST  | 

એક કાર્ડથી મેટ્રો યાત્રિકો ફરી શકશે દેશ આખામાં, મોદી સરકાર આપશે ભેટ

મેટ્રો (ફાઇલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય સત્તા (NDA) સરકાર દેશભરના મેટ્રો યાત્રિકોને આ મોટી ભેટ આપી શકે છે. હકીકતે, વન નેશન વન કાર્ડ યોજવા પર કામ થઈ રહ્યું છે. યોજના લાગૂ થતાં દેશના કોઇપણ ખૂણે મેટ્રોમાં એક જ કાર્ડથી પ્રવાસ કરી શકાશે.

માહિતી પ્રમાણે, વન નેશન વન કાર્ડ (One Nation One Card)ની વ્યવસ્થા લાગૂ થતાં એક શહેરના મેટ્રો કાર્ડથી કોઇપણ વ્યક્તિ દેશની કોઇપણ મેટ્રોમાં પોતાની યાત્રા કોઇપણ મુશ્કેલી વગર કરી શકશે. મળતી માહિતી પ્રમાણે વન નેશન વન કાર્ડના પ્રૉજેક્ટ પર ઝડપથી કામ થઇ રહ્યું છે અને આગામી 6 મહિનામાં તેના લૉન્ચની પૂરેપૂરી આશા છે.

આ પ્રૉજેક્ટથી જોડાયેલા અધિકારીઓનું માનીએ તો વન નેશન વન કાર્ડ ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જેમ જ હશે અને આનો ઉપયોગ પણ સરળ જ હશે. કાર્ડ નાનું હોવાથી તમે તેને પર્સમાં પણ રાખી શકશો. એવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે કે કાર્ડ ખોવાઇ જવા પર કે તેની ચોરી થાય એવી સ્થિતિમાં બ્લૉક કરાવતાની સાથે જ નવું પણ બનાવડાવી શકો છો.

કહેવામાં આવી રહ્યું છે કે વન નેશન વન કાર્ડ દેશની બધી જ મેટ્રોમાં વાપરી શકાશે, પણ સાથે જ આ કાર્ડનો ઉપયોગ લિમિટેડ પ્રવાસ માટે જ કરી શકાશે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે બીજા શહેરોમાં મેટ્રો કાર્ડના ઉપયોગ માટે પ્રવાસીઓ ફક્ત પોતાનું કાર્ડ કાઉન્ટર પર જઇને ચાર્જ કરાવવું જોઇએ.

ફૂલપ્રૂફ હશે વન નેશન વન કાર્ડ

મળતી માહિતી પ્રમાણે, કાર્ડનો ઉપયોગ બીજી વ્યક્તિ ન કરી શકે, તેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. વન નેશન વન કાર્ડ લેનારી વ્યક્તિ માટે કેવાયસી (KYC)ની પ્રક્રિયાને ફોલો કરવી જરૂરી રહેશે. જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે વન નેશન વન કાર્ડ પસંદગી કરાયેલી બેન્કમાંથી બનાવાઇ શકાશે અને બનાવવા માટે પાસપોર્ટ અને આધાર કાર્ડ જરૂરી રહેશે. ત્યાં જ વિદેશી નાગરિકોને પ્રવાસ માટે પોતાના ઓળખપત્ર તરીકે પાસપોર્ટની કોપી જમા કરાવવાની રહેશે, જેના પછી કાર્ડ જનરેટ થશે.

બધું બરાબર રહ્યું તો વન નેશન વન કાર્ડ આગામી છ મહિનામાં શરૂ થવા જઇ રહ્યું છે, જો કે મળતી માહિતી પ્રમાણે આ પ્રક્રિયા પૂરી કરવામાં વર્ષ વીતી જશે એટલે કે 2020ના જાન્યુઆરી મહિનામાં લૉન્ચ થઇ શકશે.

આ પણ વાંચો : PM મોદીએ લખ્યો દેશના સરપંચોને પત્ર, કહી આ વાત

વર્તમાન સમયમાં અમદાવાદ મેટ્રો રેલ કૉર્પોરેશન (Ahmedabad Metro Rail Corporation) દ્વારા એક મેટ્રો કાર્ડ આપવામાં આવે છે આ સિવાય દિલ્હી મેટ્રો ટોકન પણ આપે છે, જેનાથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે.

delhi metro rail corporation mumbai metro national news