જીએસટીના વિરોધમાં આજે વેપારીઓનું ભારત બંધનું એલાન

26 February, 2021 11:01 AM IST  |  New Delhi | Agency

જીએસટીના વિરોધમાં આજે વેપારીઓનું ભારત બંધનું એલાન

ફાઈલ તસવીર

૨૬ ફેબ્રુઆરીએ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના વિરોધમાં સમગ્ર ભારતમાં બજાર બંધ રહેશે. વેપારી સંગઠન સીએઆઇટીએ ગુરુવારે જણાવ્યું હતું કે વસ્તુ તેમ જ સેવા કર (જીએસટી) વ્યવસ્થાની જોગવાઈની સમીક્ષાની માગ હેઠળ દેશભરનાં બધાં વાણિજ્યિક બજાર ૨૬ ફેબ્રુઆરીએ બંધ રહેશે. કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે કહ્યું કે કેન્દ્ર (રાજ્ય) અને જીએસટી પરિષદે જીએસટીની વિધિવત્ જોગવાઈને યથાવત્ રાખવાની માગણી કરીને ૧૫૦૦ જગ્યાએ દેશભરમાં ધરણાં (વિરોધ પ્રદર્શન) કરવામાં આવશે. સીએઆઇટીએ જીએસટી પ્રણાલીની સમીક્ષા અને વેપારીઓ દ્વારા સરળ અનુપાલન માટે એને સરળ અને તર્કસંગત બનાવવા માટે એના ટૅક્સ સ્લૅબની પણ માગણી કરી.

એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધીને સીએઆઇટીના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ મુદ્દે સરકાર સાથે પણ વાત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ વેલ્ફેર અસોસિએશન પણ સીએઆઇટીના ભારત બંધનું સમર્થન કરશે અને ૨૬ ફેબ્રુઆરીએ ચક્કાજામ કરશે. ખંડેલવાલે કહ્યું કે દેશભરમાં બધાં વાણિજ્યિક બજારો બંધ રહેશે અને બધાં રાજ્યોનાં વિવિધ શહેરોમાં ધરણાં-પ્રદર્શન આયોજિત કરવામાં આવશે.

bharat bandh national news new delhi ods and services tax