કોરોનાનો નવો કેન્ટ-વેરિઅન્ટ દુનિયાભરમાં ફેલાવાની શક્યતા

12 February, 2021 11:33 AM IST  |  New Delhi | Agency

કોરોનાનો નવો કેન્ટ-વેરિઅન્ટ દુનિયાભરમાં ફેલાવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનના કેન્ટ વિસ્તારમાં મળેલો કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન ચિંતાનો વિષય બન્યો છે. એનું કારણ છે કે કોરોના વાઇરસ સામે રક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી કોરોના વૅક્સિનની અસર એના પર ન થાય એવી શક્યતા છે. આ દાવો બ્રિટનના જિનેટિક સર્વિલન્સ પ્રોગ્રામના ચીફ શેરોન પીકોક દ્વારા કરવામાં આવ્યો છે.

તેમનું માનવું છે કે આ કેન્ટ-વેરિઅન્ટ આખા બ્રિટનમાં ફેલાઈ ગયો છે. સાથે જ એ વાતની પણ પૂરતી શક્યતા છે કે આ નવો સ્ટ્રેન આખી દુનિયામાં ફેલાઈ શકે છે. શેરોન પીકોકે કહ્યું કે બ્રિટનમાં પહેલાં જે વેરિઅન્ટ મળ્યો હતો એની સામે વૅક્સિન અસરદાર હતી, પરંતુ કોરોના વાઇરસ સતત સ્વરૂપ બદલી રહ્યો છે ત્યારે એનું આ બદલાતું સ્વરૂપ વૅક્સિનની અસરકારકતા ઘટાડી શકે છે.

national news new delhi coronavirus covid19