નિર્ભયાકેસ : આરોપી અક્ષયની પણ ક્યુરેટિવ પિટિશન સુપ્રીમે ફગાવી

31 January, 2020 10:28 AM IST  |  New Delhi

નિર્ભયાકેસ : આરોપી અક્ષયની પણ ક્યુરેટિવ પિટિશન સુપ્રીમે ફગાવી

નિર્ભયાકેસ

નિર્ભયાકેસના ચારેય આરોપીઓમાંના એક અક્ષયની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આરોપીએ જસ્ટિસ એનવી રાંમન્નાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચને ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવવાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી. બે આરોપીઓ પાસે બે-બે વિકલ્પ છે. એવામાં ૧ ફેબ્રુઆરીએ ફાંસી ફરી ટળે એવી અટકળો છે. તિહાડ જેલ-પ્રશાસન આજે નવા ડેથ વૉરન્ટ માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી શકે છે.

આ પણ વાંચો : નાથુરામ ગોડસે અને વડા પ્રધાન મોદીની વિચારધારા એકસમાન : રાહુલ ગાંધી

નિર્ભયા ગૅન્ગરેપના આરોપી અક્ષયે ફાંસીની સજાથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ અરજી કરી છે જેની પર કોર્ટ ગુરુવારે સુનાવણી કરશે. એક અન્ય આરોપી વિનયે પણ રાષ્ટ્રપતિને દયા અરજી કરી છે, જ્યારે આરોપી અને પવને હજી સુધી ન તો ક્યુરેટિવ અરજી કરી છે અને ન તો દયા અરજી કરી છે. નીચલી કોર્ટે ચારેય આરોપીઓને ફાંસી આપવાની તારીખ નક્કી કરી દીધી છે.

national news supreme court new delhi