યુદ્ધજહાજ વિરાટને તોડવા સામે સુપ્રીમ કોર્ટે લગાવી રોક

11 February, 2021 09:45 AM IST  |  New Delhi | Agency

યુદ્ધજહાજ વિરાટને તોડવા સામે સુપ્રીમ કોર્ટે લગાવી રોક

ફાઈલ ફોટો

ત્રણ દાયકા સુધી નૌકાદળની સેવામાં કાર્યરત રહેલા યુદ્ધજહાજ આઇએનએસ વિરાટને નિવૃત્ત કરીને તોડવા માટે જહાજવાડે મોકલવા બાબતે ‘જૈસે થે’ સ્થિતિ જાળવવાનો આદેશ સર્વોચ્ચ અદાલતની બેન્ચે આપ્યો હતો. ‘વિરાટ’ જહાજને સાચવીને એને મ્યુઝિયમ બનાવવા ઇચ્છુક કંપનીની અરજીની સુનાવણીમાં વડા ન્યાયમૂર્તિ શરદ બોબડેના વડપણ હેઠળની બેન્ચે ‘વિરાટ’ને તોડવા માટે જહાજવાડે મોકલવાની ઉતાવળ નહીં કરવા અને ‘સ્ટેટસ ક્વો’ જાળવવાનો આદેશ આપ્યો હતો.

બેન્ચે આ અરજી બાબતે કેન્દ્ર સરકાર તથા અન્ય સંબંધિત પક્ષોને નોટિસો મોકલીને જવાબો પણ માગ્યા હતા. એ વિમાનવાહક જહાજને ૨૯ વર્ષ કાર્યરત રાખ્યાં પછી ૨૦૧૭ના માર્ચ મહિનામાં સેવાનિવૃત્ત કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ના જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારે સંસદને જણાવ્યું હતું કે નૌકાદળ જોડે વિગતવાર ચર્ચા કર્યા પછી આઇએનએસ વિરાટ જહાજને ભંગારમાં કાઢવાનો નિર્ણય લેવાયો છે.

national news new delhi supreme court