ઘરેબેઠાં રીપ્રિન્ટ કરાવી શકાશે આધાર કાર્ડને

03 July, 2020 02:30 PM IST  |  New Delhi | Agencies

ઘરેબેઠાં રીપ્રિન્ટ કરાવી શકાશે આધાર કાર્ડને

આધાર કાર્ડ

આધાર કાર્ડ વિના બૅન્ક-અકાઉન્ટ, રૅશન કાર્ડ જેવાં અનેક કામ અટકી જાય છે. જ્યારે તમને ખબર પડે છે કે તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે કે ફાટી ગયું છે તો તમે એને ઘરેબેઠાં રીપ્રિન્ટ કરાવી શકો છો. આ માટે યુઆઇડીએઆઇએ જાણકારી આપી છે. જો તમે નવું આધાર કાર્ડ ઇચ્છો છો તો તમે યુઆઇડીએઆઇની વેબસાઇટ પર જઈને નવા પ્રિન્ટ માટે ઑર્ડર આપી શકો છો. સંસ્થાનો દાવો છે કે અત્યાર સુધી ૬૦ લાખ ભારતીય નાગરિકો ઑર્ડર આધારિત રીપ્રિન્ટ સર્વિસનો લાભ લઈ ચૂક્યા છે. દાવાના આધારે ૧૫ દિવસની અંદર સ્પીડ પોસ્ટની મદદથી તમે રીપ્રિન્ટેડ આધાર કાર્ડ ડિલિવર કરાશે. યુઆઇડીએઆઇની વેબસાઇટ અને એમઆધાર ઍપની મદદથી આધાર રીપ્રિન્ટ કરાવી શકાય છે. આધાર રીપ્રિન્ટ માટે એપ્લાય કર્યા બાદ આધાર કાર્ડધારકની પાસે પોતાનો આધાર નંબર કે વર્ચ્યુઅલ આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે વીઆઇડી હોવું જોઈએ. ખાસ વાત એ છે કે જો તમારો મોબાઇલ નંબર આધારમાં રજિસ્ટર્ડ નથી તો પણ તમે આધાર રીપ્રિન્ટ કરાવી શકો છો. એમાં નૉન-રજિસ્ટર્ડ મોબાઇલ નંબર એટલે કે ઓટીપીનું ઑપ્શન છે. આધાર રીપ્રિન્ટ કરાવવા માટે ૫૦ રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. એમાં જીએસટી અને સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે. રીપ્રિન્ટ આધાર લેટર સ્પીડ પોસ્ટના માધ્યમથી ૧૫ દિવસોમાં આધાર કાર્ડધારકના રજિસ્ટર્ડ સરનામે ડિલિવર કરી દેવાશે.

Aadhar national news new delhi