બીજા દેશોની સરખામણીએ ભારતમાં લૉકડાઉન ખૂબ સખત: રાજીવ બજાજ

05 June, 2020 01:22 PM IST  |  New Delhi | Agencies

બીજા દેશોની સરખામણીએ ભારતમાં લૉકડાઉન ખૂબ સખત: રાજીવ બજાજ

રાહુલ ગાંધી અને રાજીવ બજાજ

જાણીતા ઉદ્યોગપતિ અને બજાજ ઑટોના એમડી રાજીવ બજાજે કોરોના વાઇરસનો સામનો કરવા માટે ભારતે લીધેલા પગલાની આકરી ટીકા કરી છે. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે ગુરુવારે કોરોના-સંકટને લઈને થયેલી વાતચીતમાં બજાજે ભારતમાં લાગુ કરાયેલા લૉકડાઉનને ‘ડ્રેકોનિયન’ ગણાવતાં કહ્યું કે ‘લૉકડાઉન ફેલ છે, કેમ કે આ દુનિયાનું પ્રથમ લૉકડાઉન છે જેમાં કેસ વધી રહ્યા છે.’

રાજીવ બજાજે જણાવ્યું કે કોરોનાનો સામનો કરવા માટે ભારતે પૂર્વની જગ્યાએ પશ્ચિમના દેશોની નકલ કરી, જ્યારે તેમની ભૌગોલિક સ્થિતિ, જન્મજાત રોગપ્રતિકારક શક્તિ, હવામાન વગેરે અલગ છે. અમે કડક લૉકડાઉનને લાગુ કરવાના પ્રયાસ કર્યા, પરંતુ એને યોગ્ય રીત લાગુ કરી શક્યા નથી. જોકે એનાથી અર્થવ્યવસ્થા ખતમ થઈ ગઈ. કોરોનાની કર્વની જગ્યાને જીડીપીના કર્વએ ફ્લૅટ કરી દીધી.

રાજીવ બજાજે જણાવ્યું કે આપણે જપાન કે સ્વીડન જેવાં પગલાં લેવાની જરૂર હતી. તેમણે હર્ડ ઇમ્યુનિટી તરફ ધ્યાન આપ્યું.

rahul gandhi coronavirus covid19 lockdown national news