પ્રિયંકા ગાંધીનો સવાલ: ટ્રમ્પ-યાત્રા માટે કોણ ખર્ચશે 100 કરોડ રૂપિયા?

23 February, 2020 07:31 AM IST  |  New Delhi

પ્રિયંકા ગાંધીનો સવાલ: ટ્રમ્પ-યાત્રા માટે કોણ ખર્ચશે 100 કરોડ રૂપિયા?

પ્રિયંકા ગાંધી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના અમદાવાદ પ્રવાસમાં જ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. હવે કૉન્ગ્રેસે તેના પર સવાલ ઉઠાવ્યા છે. કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો છે કે આ પૈસા એક સમિતિ દ્વારા ખર્ચવામાં આવનાર છે તેવું કહેવાયું છે ત્યારે દેશને જાણવાનો હક છે કે આ સમિતિને સરકારે કેટલા પૈસા આપ્યા છે. સમિતિના સભ્યોને જ ખબર નથી કે તેઓ આ સમિતિમાં છે. શું દેશના લોકોને જાણવાનો હક નથી કે કયા મંત્રાલયે સમિતિને કેટલા પૈસા આપ્યા છે. સરકાર શું છુપાવવા માગે છે.

કૉન્ગ્રેસે કહ્યું હતું કે દેશનું સ્વાભિમાન અને દેશનું હિત આ યાત્રા દરમ્યાન જળવાવું જોઈએ. કૉન્ગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે અમદાવાદની યાત્રા કોણ મેનેજ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં બોલાવવા માટે ક્વોટા નક્કી કરાયો છે. દરેક જિલ્લામાંથી શિક્ષકો બોલાવાયા છે. ભલે સ્વાગત માટે કમિટી હોય પણ મોટેરા સ્ટેડિયમને ભાડે લેવાયું છે, દેશભરમાંથી કલાકારો આવી રહ્યા છે. આ બધું કમિટીના નિયંત્રણમાં છે જ નહીં. આ સામે કૉન્ગ્રેસને વાંધો નથી પણ તે અંગે ખોટું બોલવાની જરૂર નથી. જો સરકાર કાર્યક્રમ માટે પૈસા આપી રહી હોય તો છુપાવવામાં કેમ આવી રહ્યું છે.

priyanka gandhi national news donald trump narendra modi new delhi