પેટ્રોલના ભાવમાં એક વર્ષમાં 18 રૂપિયાનો અધધધ વધારો

12 February, 2021 11:33 AM IST  |  New Delhi | Agency

પેટ્રોલના ભાવમાં એક વર્ષમાં 18 રૂપિયાનો અધધધ વધારો

પ્રતીકાત્મક તસવીર

બીજેપી નેતૃત્વ હેઠળની મોદી સરકાર પેટ્રોલના ભાવવધારાની સદી ફટકારવાની ફિરાકમાં છે, એથી ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ૩૦ અને ૨૫ પૈસાનો વધારો ઝીંકી દીધો. કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, જેને સાર્થક કરતાં કેન્દ્ર-રાજ્ય સરકારો અને ઑઇલ કંપનીઓ પોતાનાં ખિસ્સાં ભરી રહી છે. પેટ્રોલિયમ પેદાશોમાં દૈનિક નક્કી કરાતા ભાવને કારણે માત્ર એક વર્ષમાં જ પેટ્રોલમાં ૧૮ રૂપિયાનો જંગી વધારો નાગરિકો પર ઠોકી બેસાડાયો છે. ભોળી પ્રજાને એની ખબર પણ પડી નથી. ગઈ કાલે મુંબઈમાં પેટ્રોલનો ભાવ લિટરે ૯૪.૩૬ રૂપિયા હતો તો ડીઝલના ૮૪.૯૪ રૂપિયા હતા. કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ક્રુડ ઓઇલની કિંમત પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.

બજેટ પછી પેટ્રોલિયમ પેદાશોમાં ત્રીજી ફેબ્રુઆરીએ ૮ પૈસાનો ભાવવધારો કરાયો. ત્યાર બાદ ચોથીએ પાછો ૮ પૈસાનો ઘટાડો થયો. ત્યાર બાદ બે દિવસ ભાવ સ્થિર રહ્યા, પણ પછી ૮ ફેબ્રુઆરીથી સતત ભાવવધારો થઈ રહ્યો છે. ગઈ કાલે ચોથો ભાવવધારાનો ચોથો દિવસ હતો.

છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલમાં ૧.૪૨ રૂપિયા અને ડીઝલમાં ૧.૫૭ રૂપિયાનો વધારો કર્યો. એમાં છેલ્લા પાંચ દિવસમાં ૧.૩૧ રૂપિયાનો પેટ્રોલમાં વધારો કર્યો.

national news new delhi