નફ્ફટ પાકિસ્તાનની નાલેશી

14 June, 2021 02:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાક રાષ્ટ્રપતિએ ભેટમાં મોકલેલી કેરી અમેરિકા અને ચીને પાછી મોકલી : બ્રિટન, કૅનેડા, નેપાલ અને શ્રીલંકાએ પણ અસ્વીકાર કર્યો : કોવિડ-૧૯નું કારણ હોઈ શકે

પ્રતીકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય મોરચે પાકિસ્તાનનું નાક કપાઈ ગયું છે. આર્થિક મંદીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવીએ અમેરિકા, ચીન તેમ જ બ્રિટન, કૅનેડા, નેપાલ, રશિયા, ઇજિપ્ત ટર્કી, બંગલા દેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા સહિત ૩૨ દેશોને બક્ષિસ તરીકે કેરી ભરેલાં બૉક્સ મોકલ્યાં હતાં, પરંતુ ચીન એનું નજીકનું મિત્ર-રાષ્ટ્ર હોવા છતાં એણે તેમ જ અમેરિકાએ કેરીની આ ભેટ પાછી મોકલી દીધી છે. આ પાછળ કોરોના વાઇરસના ક્વૉરન્ટીનને લગતા નિયમો કારણરૂપ હોવાનું મનાય છે. કહેવાય છે કે બ્રિટન, કૅનેડા, નેપાલ અને શ્રીલંકાએ પણ પાકિસ્તાનની કેરી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ આ દેશોને ‘ચૌંસા’, ‘અનવર’ અને ‘સિંધારી’ વરાઇટીની કેરી ભેટ તરીકે મોકલી હતી. જોકે એકંદરે પાકિસ્તાનની આ ‘મૅન્ગો ડિપ્લોમસી’ કારગત નથી નીવડી.

pakistan national news