2020-21માં પણ પ્રોવિડન્ટ ફન્ડ પર 8.5 ટકા વ્યાજ

05 March, 2021 10:47 AM IST  |  New Delhi | Agency

2020-21માં પણ પ્રોવિડન્ટ ફન્ડ પર 8.5 ટકા વ્યાજ

કરન્સી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની મળેલી બેઠકમાં ગઈ કાલે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકળો ચાલતી હતી કે કોરોનાને કારણે વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. જોકે ગઈ કાલે સરકારે ૬ કરોડ પીએફધારકોને રાહત આપી છે. જોકે ગઈ કાલે મળેલી બેઠકમાં નોકરિયાત વર્ગને મોટી રાહત આપવામાં આવી છે, કેમ કે હવે તેમને ૮.૫ ટકાના દરે વ્યાજ મળતું રહેશે, જેનાથી પ્રોવિડન્ટ ફંડના અંદાજે ૬ કરોડ લોકોને રાહત મળશે.

તમને જણાવી દઈએ કે ઈપીએફ વ્યાજદરને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોરોના વાઇરસના કારણે લોકોએ કરેલા વધારે ઉપાડ અને જમા રકમમાં થયેલા ઘટાડાને કારણે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઈપીએફઓએ ૨૦૨૦-’૨૧ માટે ઈપીએફ ડિપોઝિટ પર વ્યાજના દરોને ૮.૫ ટકા ફિક્સ નક્કી કર્યા છે. નોંધનીય છે કે ગઈ કાલે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ટ્રસ્ટીઓની બેઠક શ્રીનગર ખાતે મળી હતી, જેમાં વ્યાજ વિશે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

national news new delhi