નવા વર્ષના પ્રથમ દિવસે જ રાંધણ ગૅસની કિંમતમાં 17 રૂપિયાનો વધારો

02 January, 2021 09:20 AM IST  |  New Delhi | Agency

નવા વર્ષના પ્રથમ દિવસે જ રાંધણ ગૅસની કિંમતમાં 17 રૂપિયાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા વર્ષના પહેલા દિવસે જ ગૅસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ ડિસેમ્બર મહિનામાં રાંધણ ગૅસ (એલપીજી)નાં સિલિન્ડરના ભાવમાં બે વખત વધારો કરતાં ૧૦૦ રૂપિયા ભાવ વધી ગયો છે. સબસિડી વગરના ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ ૬૪૪ રૂપિયાથી વધીને ૬૯૪ રૂપિયા થઈ ગયો છે. જોકે સબસિડી વગરના ૧૪.૨ કિલો સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નહોતો કરવામાં આવ્યો. આ વધારો કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે.

છેલ્લા એક મહિનામાં કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં ૯૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનામાં ૧૯ કિલોવાળા કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ગ્રાહકોને ૧૨૯૦ રૂપિયામાં મળી રહ્યો હતો, જે ૧ ડિસેમ્બરથી કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવ ૯૧ રૂપિયા વધી ગયો અને સિલિન્ડરના ભાવ ૧૩૮૧.૫૦ રૂપિયા થઈ ગયો છે.

મુંબઈ અને ચેન્નઈની વાત કરીએ તો ૧૨૯૭.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર અને ૧,૪૬૩.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ગયો છે. આ બન્ને મહાનગરોમાં ૧૭ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

national news new delhi