નિર્ભયા કેસના આરોપીઓને તત્કાળ ફાંસી આપો : સરકાર

03 February, 2020 01:39 PM IST  |  New Delhi

નિર્ભયા કેસના આરોપીઓને તત્કાળ ફાંસી આપો : સરકાર

નિર્ભયા કેસના આરોપીઓ

કેન્દ્ર સરકારે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા નિર્ભયાના દોષિતોની ફાંસી પર આગામી આદેશ સુધી સ્ટે આપવાના નિર્ણયને હાઇ કોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટમાં રવિવારે આ મામલે વિશેષ સુનાવણી થઇ. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુંકે દોષી પવન જાણી જોઇને દયા અરજી દાખલ નથી કરી રહ્યો. આ કાયદેસર આદેશને કુંઠિત કરવાનો મનસૂબો છે. શનિવારે હાઈકોર્ટે આ મામલે ચાર દોષિતો સાથે તિહાર જેલ પ્રશાસન અને ડીજી જેલને નોટિસ આપીને જવાબ માગ્યો હતો. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, દોષિતો કાયદાકીય પ્રક્રિયાનો ખોટો ફાયદો લઈ રહ્યા છે. તેઓ એક-એક કરીને કાયદાકીય બચાવના નુસખા અપનાવી રહ્યા છે. જેથી આ ગંભીર ગુનાથી બચી શકે.

ફાંસીમાં જરાય પણ વિલંબ ન કરવાની અપીલ પર કેન્દ્રએ કહ્યું હતું કે તેલંગાણામાં લોકોએ રેપના દોષિતોના એન્કાઉન્ટરની ઉજવણી કરી હતી. લોકોની આ ઉજવણી પોલીસ માટે ન હતી પરંતુ તે ન્યાય માટે હતી.

દોષિતો તરફથી વકીલ રેબેકા જોને દલીલ કરી કે જો દોષિતોને મોતની સજા એક સાથે મળી છે તો તેમને ફાંસી પણ એક સાથે મળવી જોઇએ. હાઇકોર્ટે આ મામલે ચૂકાદો અનામત રાખ્યો છે.

national news Crime News new delhi delhi high court