હવે એલપીજી સિલિન્ડર પર મોદી સરકાર બમણી સબસિડી આપશે

15 February, 2020 01:25 PM IST  |  New Delhi

હવે એલપીજી સિલિન્ડર પર મોદી સરકાર બમણી સબસિડી આપશે

એલપીજી સિલિન્ડર

રાંધણ ગૅસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારા બાદ વિરોધથી ઘેરાયેલી કેન્દ્રની મોદી સરકારે ઘરેલુ ગૅસ ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઘરેલુ ગૅસ સિલિન્ડર પર આપવામાં આવી રહેલી સબસિડીને લગભગ બમણી કરી દીધી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયે એક નિવેદન જાહેર કરી જાણકારી આપી હતી. સાથે જ ગૅસના ભાવમાં વધારાનું કારણ જણાવ્યું હતું.

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં અત્યાર સુધી ૧૪.૨ કિલોના સિલિન્ડર ઉપર ૧૫૩.૮૬ રૂપિયાની સબસિડી મળતી હતી, જેને વધારીને ૨૯૧.૪૮ રૂપિયા કરી દીધી છે. આ પ્રકારે વડા પ્રધાન ઉજ્જવલા યોજના હેઠળ વહેંચવામાં આવેલા કનેક્શન પર અત્યાર સુધી જે ૧૭૪.૮૬ રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી મળતી હતી તેને વધારીને ૩૧૨.૪૮ રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સબસિડીવાળા ઘરેલુ એલપીજી ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૪૪.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત ૭૧૪થી વધારીને ૮૫૮.૫૦ રૂપિયા કરી દેવામાં આવી છે.

national news narendra modi