15 જુલાઈ સુધી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ નહીં ચાલુ થાય : સરકાર

27 June, 2020 03:24 PM IST  |  New Delhi | Agencies

15 જુલાઈ સુધી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ નહીં ચાલુ થાય : સરકાર

ફ્લાઈટ

દેશમાં કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે માર્ચ મહિનામાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ૨૫ માર્ચથી ૩૧ મે, ૨૦૨૦ સુધી દેશમાં લૉકડાઉન રહ્યું હતું. એક જૂનથી કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાની શરૂઆત કરી. તેને અનલૉક-1 નામ આપવામાં આવ્યું. જોકે અનલૉક-1 દરમ્યાન પણ મેટ્રો, બસ જેવી અનેક સેવાઓ પ્રતિબંધિત રહી. કહેવાય છે કે અનલૉક- 2માં સરકાર વધારે છૂટછાટ આપવા પર વિચાર કરી રહી છે. જોકે આમાં ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ કદાચ ચાલુ કરાશે એવી અટકળો હતી જેના પર ગઈ કાલે સાંજે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું જ્યારે ડીજીસીએ પોતાના સર્ક્યુલરમાં જાહેર કર્યું હતું કે ૧૫મી જુલાઈ સુધી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ ઑપરેશન સસ્પેન્ડેડ રહેશે.

આ સર્ક્યુલરમાં એવી સ્પષ્ટતા કરાઈ હતી કે કાર્ગો ઑપરેશન્સ તેમ જ પસંદગી રૂટ પર અગાઉથી જ મંજૂરી અપાયેલી ફ્લાઇટ્સ ઑપરેટ કરવાનું ચાલુ રાખશે.

સૂત્રો અનુસાર ૩૦ જૂન આસપાસ (૩૦ જૂન અથવા એક દિવસ પહેલાં) કેન્દ્ર સરકાર તરફથી અનલૉક-2ને લઈને ગાઇડલાઇન બહાર પાડવામાં આવી શકે છે. જોકે સ્કૂલ-કૉલેજ અને મેટ્રો જેવી સેવાને શરૂ કરવી હાલમાં મુશ્કેલ છે, કારણ કે રાજ્ય સરકાર આ પ્રકારના નિર્ણય માટે તૈયાર નથી જોવા મળી રહી.

coronavirus covid19 new delhi national news