ભારતીયોએ 2019માં 55,000 મિલ્યન જીબી ડેટા વાપર્યા

28 December, 2019 01:14 PM IST  |  New Delhi

ભારતીયોએ 2019માં 55,000 મિલ્યન જીબી ડેટા વાપર્યા

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં મોબાઈલધારકો જંગી માત્રામાં મોબાઈલ ડેટા યુઝ કરી રહ્યા છે. ટ્રાઇના એક રિપોર્ટ પ્રમાણે ૨૦૧૪માં ભારતમાં ૮૨૮ મિલ્યન જીબી ડેટાનો ઉપયોગ થયો હતો.

જોકે ૨૦૧૯માં મોબાઈલધારકોએ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવાના તમામ રેકૉર્ડ તોડી નાખવાની તૈયારી કરી દીધી છે, કારણકે ૨૦૧૯માં સપ્ટેમ્બર મહિના સુધીમાં જ મોબાઈલધારકો ૫૫,૦૦૦ મિલ્યન જીબી ડેટા વાપરી ચૂક્યા છે.

સાથે સાથે વાયરલેસ ડેટાનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ૨૦૧૪માં આ આંકડો ૨૮.૧૫ કરોડનો હતો. જ્યારે ૨૦૧૯માં સંખ્યા વધીને ૬૬.૪૪ કરોડ સુધી પહોંચી ચૂકી છે. દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે.

ટ્રાઇનું કહેવું છે કે મોબાઈલ ડેટાનો ઉપયોગ કમ્યુનિકેશન અને મનોરંજન માટે વધી ગયો છે. જેના કારણે ડેટાની ખપતમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ફોર-જી ટેક્નૉલૉજીના કારણે સ્પીડ પણ વધી હોવાથી ડેટાના વપરાશમાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે અને આવનારા વર્ષોમાં તેનો વપરાશ હજી પણ વધી જશે.

દેશના મોટાભાગના હિસ્સાઓમાં હવે ફોર-જી મોબાઈલ નેટવર્ક છે અને સાથે સાથે સસ્તા સ્માર્ટફોન પણ મળવા માંડ્યા છે. જેના કારણે મોબાઈલ ઇન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ઑનલાઈન કન્ટેન્ટ પણ મોટી સંખ્યામાં ઉપલબ્ધ થવા માંડ્યુ છે. ચાર વર્ષની સરખામણીમાં મોબાઇલ-ડેટા પણ સસ્તો છે. જેના કારણે ભારતીયો જંગી માત્રામાં મોબાઇલ-ડેટા વાપરી રહ્યા છે.

national news automobiles