પાંચ મહિનામાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 35 રૂપિયા વધ્યા

20 March, 2020 12:40 PM IST  |  New Delhi | Agencies

પાંચ મહિનામાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 35 રૂપિયા વધ્યા

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા પાંચ મહિનામાં સબસિડીવાળા એલપીજીની કિંમતમાં સિલિન્ડરદીઠ ૩૫.૫૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એવું ઑઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું. એક વર્ષમાં પરિવારદીઠ ૧૨ સિલિન્ડર માર્કેટ-પ્રાઇસ પર મળી શકે છે અને સબસિડીની રકમ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ઑક્ટોબર પછી એલપીજીની કિંમતમાં ૩૫.૫૫ રૂપિયાનો વધારો થયો છે.
રાજ્યસભામાં પ્રધાને કહ્યું કે ૨૦૧૯ની પહેલી ઑક્ટોબરે સબસિડીવાળા એલપીજી ગૅસની કિંમત ૫૩૮.૯૫ રૂપિયા હતી જે વધીને હવે ૫૭૪.૫૦ રૂપિયા થઈ છે. એક અન્ય પ્રશ્નના જવાબમાં પ્રધાને કહ્યું કે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત ૮૦૫.૫૦ રૂપિયા થઈ છે. ગ્રાહકોને ૨૩૧ રૂપિયાની સબસિડી મળે છે એવું તેમણે કહ્યું હતું. એક પરિવાર ૮૦૫.૫૦ રૂપિયામાં સિલિન્ડર મેળવતો હોય છે અને તેને ૨૩૧ રૂપિયા સરકાર સબસિડી આપે છે. એ પછી ઑઇલ માર્કેટિંગ કંપનીને ૫૭૪.૫૦ રૂપિયા મળે છે.

ભારતમાં સબસિડી મેળવતા ગ્રાહકોની સંખ્યા ૨૬ કરોડથી વધુ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૮ કરોડ ગરીબ મહિલાઓને ફ્રી કનેક્શન્સ આપવામાં આવ્યાં હતાં.

national news new delhi