વધુ રાફેલ જેટ આવી રહ્યાં છે 10 સપ્ટેમ્બરે

29 August, 2020 10:29 AM IST  |  New Delhi | Agencies

વધુ રાફેલ જેટ આવી રહ્યાં છે 10 સપ્ટેમ્બરે

રાફેલ

૧૦ સપ્ટેમ્બર ૨૦૨૦. આ તારીખ ભારતીય વાયુસેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ફ્રાન્સથી આવેલા પાંચ રાફેલ વિમાનને ભારતીય વાયુ સેનાના કાફલામાં સામેલ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંબાલા એરબેઝ ખાતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં યોજાશે. ભારતે ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પારેલને પણ આમંત્રણ આપ્યું છે. પ્રથમ પાંચ રાફેલ વિમાન ૨૯ જુલાઈએ ફ્રાન્સથી ભારત આવ્યાં હતાં અને ભારતીય વાયુસેનાએ કહ્યું હતું કે વિમાનોને વિધિવત સમારોહ બાદ સમાવવામાં આવશે. પ્રથમ હપ્તામાં ભારતને ફ્રાન્સથી પાંચ રાફેલ વિમાન મળ્યાં છે, જેમાં ત્રણ સિંગલ સીટર અને બે ડબલ સીટર છે. એરફોર્સ ફ્રાન્સથી પહોંચ્યા બાદ વિમાનો પર સખત તાલીમ લઈ રહ્યું છે.

કવાયત દરમ્યાન રાફેલે લદ્દાખ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ઉડાન ભરી હતી. આ વિમાન હવામાં અને જમીન પર તેનાં લક્ષ્યોને નષ્ટ કરવા માટે હેમર મિસાઇલોથી સજ્જ છે. વિમાનને ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોના કાફલામાં સુખોઈ અને મિગ-૨૯ સહિતના એકીકૃત કરવામાં આવશે. ૪.૫ જનરેશનનું રાફેલ વિમાન વિશ્વના શ્રેષ્ઠ ફાઇટર વિમાનમાંનું એક માનવામાં આવે છે.

rafale deal new delhi national news