સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં થશે

23 February, 2021 10:47 AM IST  |  New Delhi/Gandhinagar | Agency

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં થશે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં યોજાયેલી મહાનગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામની મતગણતરી એક જ દિવસે કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં કૉર્પોરેશન અને નગરપાલિકાઓ તેમ જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવા માટે અરજી કરવામાં આવી હતી, પણ એ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.  મતગણતરી ચૂંટણીપંચે જાહેર કરેલી ૨૩મીએ જ થશે. પાલિકાની ચૂંટણીની મતગણતરી ૨૩ ફેબ્રુઆરીએ થશે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માગણી સાથે થયેલી અરજીને ગુજરાત હાઈ કોર્ટે પણ ફગાવી દીધી હતી. આ અરજી સંદર્ભમાં ચૂંટણીપંચે હાઈ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે મતગણતરી અલગ-અલગ દિવસે થાય એમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, એથી અરજદારોની પિટિશન ટકવાપાત્ર ન હોવાની રજૂઆત ચૂંટણીપંચે કરી હતી.

national news gandhinagar new delhi municipal elections