હવે મગજની નસોને નુકસાન પહોંચાડી રહ્યો છે કોરોના

21 October, 2020 01:47 PM IST  |  New Delhi | Agency

હવે મગજની નસોને નુકસાન પહોંચાડી રહ્યો છે કોરોના

એમ્સ હોસ્પિટલ

દુનિયાભરમાં ફેલાયેલું કોરોના વાઇરસ સંક્રમણ હવે ફેફસાં ઉપરાંત શરીરના અન્ય હિસ્સાઓને પણ પ્રભાવિત કરીને હુમલા કરી રહ્યું છે. દિલ્હીસ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ રિસર્ચ (એમ્સ)માં પહેલો કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં કોરોના વાઇરસના કારણે મગજની નસોને નુકસાન થયું છે. આવું ૧૧ વર્ષની બાળકી સાથે થયું છે, જેના કારણે તેને હવે ધૂંધળું દેખાઈ રહ્યું છે. એમ્સના ચાઇલ્ડ ન્યુરોલૉજી વિભાગના ડૉક્ટર હવે બાળકીના સ્વાસ્થ્ય પર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, એને ટૂંક સમયમાં જ પ્રકાશિત કરવામાં આવશે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ ૧૧ વર્ષની બાળકીના મગજમાં કોરોના વાઇરસ સંક્રમણના કારણે એક્યૂટ ડિમાલિનેટિંગ સિન્ડ્રોમ હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકોના ઉંમર સમૂહમાં આવો પહેલો મામલો છે

national news new delhi coronavirus covid19